કચ્છના વાગડમાં વન્ય પ્રાણીઓનું જીવનનું જતન ફકત કાગળ પર જ થયું!

0
184

ગાંધીધામ : રાપર તાલુકાના રામવાવ ગામે પાણી પીવા માટે ટાંકામાં પડેલા રોઝને બચાવી લેવામાં આવ્યા.રાપર તાલુકામાં વન્ય પ્રાણીઓ માટે ઉનાળામાં પીવાના પાણીની વ્યવસ્થા વન વિભાગ દ્વારા માત્ર ને માત્ર કાગળ પર ઉપલબ્ધ છે.

ધુડખર અભ્યારણ ધરાવતો રાપર તાલુકો અભ્યારણમાં આવે છે. અહીં રાપર નોર્મલ ઉતર, નોર્મલ દક્ષિણ, આડેસર નોર્મલ રેન્જ અભ્યારણની અલાયદી રેન્જ ઉપરાંત વિસ્તરણ રેન્જ આવેલ છે. વરસે લાખો રૂપિયાની ગ્રાન્ટ મળે છે, પરંતુ વન્ય પ્રાણીઓ માટે કાગળ પર જ જતન કરવામાં આવે છે. હાલ ૪૪ ડિગ્રી ગરમીમાં વન્ય પ્રાણીઓ માટે પીવાના પાણીની સમસ્યા ઉભી થઇ છે. ત્યારે વન્ય વિસ્તારમાં આવેલા વન વિભાગના અવાડામાં મહિને એકવાર પાણી નાખવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે વન વિસ્તારમાં રહેતા વન્ય પ્રાણી નીલગાય, હરણ, ઝરખ, શિયાળ સહીતના પક્ષીઓએ પાણી માટે વલખાં મારી રહ્યા છે ત્યારે પોતાની પાણીની તરસ છીપાવવા માટે માનવ વસ્તી કે વાડી વિસ્તારમાં ચડી આવે છે. ત્યારે ગત રાત્રે રાપર તાલુકા ના રામવાવ ગામે પાદરની એક વાડીમાં રાત્રે પાણી પીવા માટે આવેલ ચાર નીલગાયના ટોળાએ પાણી પીવા માટે વાડીના ટાંકામાં પડી ગયા હતા. જે બાબતે રામવાવના માજી સરપંચ કરશન હરીભાઇ મણવર સહિતના સેવાભાવી યુવાનોએ સવારે બે કલાકની જહેમત બાદ નીલગાયને પાણીના ટાંકામાંથી બહાર કાઢ્યા હતા.

આ અંગે કચ્છના વન સંરક્ષક રંધાવાને વન વિસ્તારમાં વન્ય પ્રાણીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે તે માટે રજૂઆત કરી હતી અને સીસીએફ રંધાવાએ પાણીની વ્યવસ્થા અંગે તાત્કાલિક અસરથી ધટતું કરવામાં જે તે રેન્જ ફોરેસ્ટ ઓફિસરને સુચના આપવામાં આવશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે રાપર તાલૂકો સંપૂર્ણ અભ્યારણ છે પરંતુ તમામ આર. એફ. ઓ.ની જગ્યા ઈન્ચાર્જના હવાલે છે એક માત્ર રાપર ઉત્તર રેન્જમાં આરએફઓની જગ્યા ભરાયેલ છે તે આ માસના અંતમાં નિવૃત્ત થઈ રહ્યા છે. એટલે તે પણ ઈન્ચાર્જના ભરોસે રાપર તાલુકામાં વિશ્ચમાં નામશેષ થઈ રહેલા ધુડખરના જતન માટે વન તંત્ર દ્વારા અલાયદી રેન્જ ઉભી કરવામાં આવી છે રાપર તાલુકામાં પાંચ રેન્જમાં અત્યારે કોઈ જવાબદાર અધિકારીઓ નથીં તમામ સ્થળે ધો. દસ પાસ વનપાલ પાસે ચાર્જ છે વન વિભાગની જમીન પર દબાણ, કોલસાની લ્હાયમાં ઝાડીનો નાસ થઈ રહયો છે. મિજબાની માટે ખુલ્લેઆમ શિકારની પ્રવૃત્તિએ માઝા મુકી છે.
વન વિસ્તારમાં ખનીજ ચોરી વનવિભાગ દ્વારા વન્ય પ્રાણીઓ માટે બનાવવામાં આવેલા તળાવ પર કબ્જો સહીતની પ્રવૃત્તિઓએ માઝા મુકી છે છતાં કચ્છના સી. સી. એફ દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી જો આવી સ્થિતિ રહી તો ધુડખર નામશેષ થઈ જાય તેવી કગાર બની છે.

રિપોર્ટર ગૌતમ બુચિયા
ભુજ-કચ્છ
મો.૯૭૧૪૦૬૫૪૦૫

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY