દેશમાં વિકાસના નામે જે ગુલબાંગો પોકારાઈ રહી છે તેમાં જળ,વાયુ પરિવર્તન અને ક્લાયમેન્ટ ચેન્જ તરફ ધ્યાન ન આપતા દેશના અનેક વિસ્તારોમાં પ્રદૂષણની માત્રા દિન પ્રતિદિન વધતી ચાલી છે પરિણામે આમ લોકોની હેલ્થ પણ વિવિધ પ્રકારના રોગો વચ્ચે ઘેરાઈ ગઈ છે પરંતુ શાસકો કે તંત્ર સમસ્યાના મૂળ સુધી જવા તૈયાર નથી જે આવનાર પેઢી માટે ભયાનક ખતરો બની રહેશે જે નિશ્ચિત છે.
એક નજર રાજ્યની નદીઓ પર કરીએ તો ઉદ્યોગોના કચરાના કારણે ૨૦ નદીઓ પ્રદૂષિત થઈ ગઈ છે. પરિણામે દેશભરમાં નદીઓના પ્રદૂષણમાં ગુજરાત ચોથા ક્રમે આવી ગયું છે. રાજ્યમાં પ્રાયોરિટી વનમાં સાબરમતી નદી અને ભાદર નદીનો સમાવેશ થઈ ગયો છે. મતલબ આ બંન્ને નદીઓનું પાણી ઉપયોગમાં લેવાય તેવું નથી. આ બંન્ને નદીઓમાં પ્રદૂષણનું કારણ સરકારી નોંધ મુજબ ઉદ્યોગો પોતાના એકમનું પાણી કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ કર્યા વગર સુધી સીધુ નદીમાં છોડી દેવામાં આવે છે. જ્યારે ઘરો અને રેસીડેન્ટ વિસ્તારોની ગટરોનું પ્રદૂષિત પાણી પણ આ નદીઓમાં છોડી દેવામાં આવે છે. કે જ્યાં મનપાઓ,નપાઓની જવાબદારી છે કે ગટરના પાણી નદીઓમાં ન છોડાય અને તેનાથી વધુ જવાબદારી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પણ છે. જ્યારે ગુજરાતનું પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કે જેના અધિકારીઓ એસી ચેમ્બર છોડી બહાર જ નીકળતા નથી તેમજ કુંકર્ણની નિંદ્રામાં રહેતા હોવાથી ઉદ્યોગો પોતાના એકમના કેમિકલયુક્ત કે ઝેરી પાણી સીધે સીધુ નદીઓમાં ઠાલવે છે. જે માનવજાત તો ઠીક પરંતુ પશુ-પક્ષીઓ અને ખેતીવાડી વૃક્ષોને પણ ભારે નુકસાન કરે છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પણ આ બાબત જાણે છે પરંતુ ઊંધા ચશ્મા કે કાળા ચશ્મા પહેરેલ કોઈ તેના અદિકારીઓને કશું જ દેખાતુ નથી આ બોર્ડના અધિકારીઓએ જે તે નિયમોનું પાલન ન કરાવીને માનવ જિંદગી સાથે ચેડા કરી રહ્યા છે છતાં સરકારનું આ બાબતે કોઈ ધ્યાન નથી અથવા સરકાર ગંભીર નથી.
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના વાર્ષિક અહેવાલમાં પણ જણાવેલ છે કે નર્મદા,સાબરમતી,શેઢી,મહી,દમણગંગા જેવી નદીઓમાં ગુણવત્તાની દ્રષ્ટિએ પાણી વધુ પ્રમાણમાં દૂષિત છે. સરકારે સાબરમતી,અને મીડોલા નદીઓના પ્રદૂષણ ઘટાડવા માટે ચાર વર્ષમાં ૨૦૦ કરોડની ગ્રાન્ટ આપવામાં આવી હતી જે ક્યાં અને શા માટે વાપરી તેની કોઈને ખબર નથી અને આ બંન્ને નદીઓનું પ્રૂદષણ યથાવત્ છે. હવે લોકોએ દૂષણ નાથવા આકરા પાણીએ આગળ વધવું પડશે નહિ તો આવનાર પેઢીઓ માટે આ નદીઓનો પ્રદૂષણ યુક્ત પાણી ખતરનાક બની રહેશે.
નદીઓતો પ્રદૂષિત કરી પણ તે સાથે પર્યાવરણને અસર કરતા અંગારવાયુનું શોષણ કરી ઓક્સીજન આપતા લાખો વૃક્ષોનું પણ નિકંદન કાઢી નાંખવામાં આવ્યું છે જેમાં સૌથી વધુ વૃક્ષોનું નિકંદન વિકાસ કામોમાં કાઢી નાંખવામાં આવ્યું છે. ઉદ્યોગો સ્થપાતા તેને પણ વૃક્ષોને ખતમ કરી નાંખ્યા છે તો વસ્તી વધારા સાથે દેશભરમાં ઊભા કરાતા સિમેન્ટ ક્રાંક્રિટના જંગલો (માનવ વસાહત)એ પણ લાખો વૃક્ષોને કાપી નાંખ્યા છે. જંગલ વિસ્તારોમાંથી લાકડા ચોર ગેંગોએ પણ વૃક્ષોનું નિકંદન કાઢી નાંખ્યું છે જેના કારણે હવાના પ્રદૂષણમાં વધારો થયો છે તો ઋતુકાળમાં પણ બદલાવ આવી ગયો છે. ગરમી વધુ પડી રહી છે વરસાદ છૂટી ગયો છે જેનું મૂળ વૃક્ષો છે. ઉપરાંત ઉદ્યોગો કેમિકલ યુક્ત આડેધડ પાણી છોડે છે તેમજ વિવિધ ઝેરી વાયુઓ હવામાં છોડે છે અને આ બધુ પ્રદૂષણ માનવ જાત જ નહિ તમામ જીવો માટે ખતરારૂપ બની ગયું છે. ત્યારે હવે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એસી ઓફિસમાંથી બહાર આવી સત્યનિષ્ઠાથી એક્સન શરુ કરે તો સારા પરિણામ મળે.તે સાથે માનવજાતે જાગૃત થવાની જરૂર છે. પોતે યોગ્ય જગ્યાએ વૃક્ષો વાવે અને તેની જાળવણી કરે તો પરિણામો સારા મળશે તે નિશ્ચિત છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



