પ્રાચીને હજુ અપેક્ષા મુજબની સફળતા મજી જ નથી : રિપોર્ટ

0
16

મુંબઇ,તા. ૧૧
ટેલિવીઝન પર જારદાર સફળતા મેળવી લીધા બાદ ધડાકા સાથે બોલિવુડમાં પ્રવેશ કરી ચુકેલી પ્રાચી દેસાઇને અપે૭ા મુજબની ફિલ્મો હાથ લાગી રહી નથી. બોલિવુડમાં ઘણા સમયથી હોવા છતાં ટોપ અભિનેત્રી તરીકે ઉભરી આવવામાં નિષ્ફળ રહેલી અભિનેત્રી પ્રાચી દેસાઇ નિરાશ થઇ નથી. તે આશાવાદી બનેલી છે. બીજી બાજુ આડેધડ કોઇ ફિલ્મ કરવાની પણ તેની ઇચ્છા નથી. હાલમાં પાકિસ્તાની એડની ઓફરને ફગાવી ચુકેલી પ્રાચીનુ કહેવુ છે કે તે કોઇ વિવાદમાં બિનજરૂરીતે પડવા માંગતી નથી. એક પાકિસ્તાની એડમાં કામ કરવા માટે તેને ઓફર કરવામાં આવી હતી. જા કે પ્રાચીએ તરત જ આને ફગાવી દીધી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધ ખુબ તંગ બનેલા છે ત્યારે તે કોઇ વિવાદ થાય તેવા કામ કરવા માટે તૈયાર નથી. જાણકાર સુત્રોએ કહ્યુ છે કે પ્રાચીને એક પાકિસ્તાની બ્યુટી બ્રાન્ડ દ્વારા જાહેરાતમાં કામ કરવા માટેની ઓફર કરવામાં આવી હતી. પરંતુ પ્રાચીએ ઓફરને ફગાવી દીધી હતી. તેનુ કહેવુ છે કે બન્ને દેશો વચ્ચેના સંબંધ ખરાબ થયેલા છે ત્યારે આવી જાહેરાતમાં કામ કરવાની બાબત તેના માટે યોગ્ય રહેશે નહી. પ્રાચી દેસાઇ થોડાક સમય પહેલા રજૂ થયેલા ક્રિકેટર અઝહરુદ્દીનની લાઇફ પર બનેલી અઝહર ફિલ્મમાં દેખાઇ હતી. તે અઝહરુદ્ધીનની પ્રથમ પÂત્ન તરીકે ફિલ્મમાં નજરે પડી હતી.
આ ફિલ્મમાં અઝહરની ભૂમિકા ઇમરાન હાશ્મીએ અદા કરી હતી. બોલિવુડમાં હાલમાં નવી નવી અભિનેત્રીઓ એન્ટ્રી કરી રહી છે ત્યારે તે પણ સ્પર્ધામાં ટકી રહેવા માટે સંઘર્ષ કરી રહી છે. તેને ફિલ્મો મળવામાં મુશ્કેલી નડી રહી છે. વિતેલા વર્ષોમાં તે કેટલીક મોટી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. જેમાં અજય દેવગન અને ઇમરાન હાશ્મી સાથેની ફિલ્મનો સમાવેશ થાય છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY