સુરત,તા.૬
ડભોલી વિસ્તારમાં રહેતી ત્યક્તાને હેડ-ક્વાર્ટરના પીએસઆઈએ લગ્ન કરવાની લાલચ આપી તેણીનું વારંવાર શારીરિક શોષણ કર્યું હતું. જેની ફરિયાદ મહિલાએ નોંધાવ્યા બાદ પીએસઆઈ ફરાર થઈ ગયો હતો. જેથી ડીસીપીએ આકરા પગલાં લઈને પીએસાઈને સસ્પેન્ડ કર્યો છે.
સુરત શહેર પોલીસમાં હેડ-ક્વાર્ટરમાં ફરજ બજાવતા હથિયારધારી પીએસઆઈ ભાવેશ ગિરીશ સોસાએ ૩૩ વર્ષીય ત્યક્તાને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી હતી. પીએસઆઈ અને ભોગ બનનાર અડાજણમાં ટ્યૂશન ક્લાસિસમાં મળ્યાં હતાં.
પીએસઆઈ અને ભોગ બનનાર બન્ને એક જ જ્ઞાતિનાં છે. પીએસઆઈ ગિરીશે લગ્ન કરવાની લાલચ આપીને ડભોલી ત્યક્તાના ઘરે અને ઉનાઈ ચુનાવાડી ખાતે ત્યક્તા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. ઉનાઈ ચુનાવાડી ખાતે તે વખતે પીએસઆઈ તરીકે ફરજ બજાવતો હતો. વધુમાં પોલીસે જણાવ્યું કે ભોગ બનનારના અગાઉ એક વાર લગ્ન થયાં હતાં અને સંતાનમાં એક બાળકી પણ છે. જાકે, બાદમાં મહિલાના છૂટાછેડા થતાં પિતાને ઘરે ડભોલી રહે છે. હાલમાં પીએસઆઈ ફરાર છે. જેને શોધવા માટે પોલીસે તજવીજ હાથ ધરી હતી. જા કે, આખરે ડીસીપીએ આકરા પગલાં લઈને પીએસઆઈને સસ્પેન્ડ કર્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


