ઇન્દિરાબેટીજીના મકાનને બારોબાર વેચવાના મામલે બે મહિલાઓની ધરપકડ

0
17

વડોદરા,તા.૬
પુષ્ટીમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના પૂ.ઇન્દિરાબેટીજીની ૨૦૦ કરોડની સંપત્તિ માટે નવા અને જુના ટ્રસ્ટીઓ વચ્ચે ચાલી રહેલો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ત્યારે માંજલપુર હવેલી પાછળ આવેલું ઇન્દિરાબેટીજીનું મકાન રૂપિયા ૮૨ લાખમાં બારોબાર વેચી મારનાર ત્રિપુટી પૈકી સમા શાહ અને સેજલ દેસાઇની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરતા વૈષ્ણવ સંપ્રદાયમાં ખળભળાટ મચી ગયો હતો.
ઉલ્લેખનીય છે કે, શુક્રવારે કમળાબહેન લાડે પોલીસ કમિશનરને સમા શાહ, સેજલ શાહ અને ધર્મેશ મહેતા વિરૂધ્ધ છેતરપિંડીની અરજી આપી હતી. જે અરજીની તપાસ ક્રાઇમ બ્રાંચે શરૂ કરી હતી. જે અરજીની તપાસમાં સમા શાહ, સેજલ શાહ અને દિલ્હીમાં રહેતા ધર્મેશ મહેતાની પ્રથમ દ્રષ્ટીએ સંડોવણી જણાઇ આવતા આજે ક્રાઇમ બ્રાંચે ત્રિપુટી સામે ગુનો દાખલ કર્યો હતો. અને સમા શાહ અને સેજલ દેસાઇની ધરપકડ કરી હતી.
ડી.સી.પી. ક્રાઇમ જયદીપસિંહ જાડેજાએ આ ચકચારી કેસ અંગે જણાવ્યું હતું કે, માંજલપુર ખાતે હવેલીની પાછળ પૂ. ઇÂન્દરા બેટીજીનું મકાન બારોબાર વેચી દેનાર સમા શાહ, સેજલ દેસાઇ અને દિલ્હીમાં રહેતા ધર્મેશ રમેશભાઇ મહેતા સામે કમળાબહેન લાડે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે સમા શાહ અને સેજલ દેસાઇની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવમાં જે લોકોની સંડોવણી બહાર આવશે. તેઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY