આગામી વર્ષે યોજાનાર લોકસભાની ચૂંટણી પહેલા ભાજપને રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા ખુબ જ મહત્વપૂર્ણ ગણાતા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનો સામનો કરવો છે. આ બન્ને રાજ્યોમાં સત્તા ટકાવી રાખવાની બાબત તેના માટે પ્રથમ પ્રાથમિકતા છે. આવી સ્થતીમાં પહેલા ભાજપના ચાણક્ય ગણાતા અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પહેલા આ પડકારોને સફળ રીતે પાર પાડવા પડશે. રાજસ્થાનનો ઇતિહાસ ભાજપ માટે ચિંતાજનક છે. કારણ કે રાજસ્થાનમાં સામાન્ય રીતે પાંચ વર્ષ કોંગ્રેસ અને પાંચ વર્ષ ભાજપની સરકાર રહે છે. આવી સ્થતીમાં આ પ્રવાહ બદલી નાંખવા માટે ભાજપને એડી ચોટીનુ જાર લગાવી દેવાની જરૂર પડશે. ભાજપની સરકાર રાજસ્થાનમાં છેલ્લા પાંચ વર્ષથી છે. જુદા જુદા ક્ષેત્રોમાં કામ થઇ રહ્યુ હોવા છતાં સામાન્ય લોકો સરકારથી નાખુશ દેખાઇ રહ્યા છે. રાજસ્થાનમાં જારદાર શાસન વિરોધી પરિબળ હાલમાં દેખાય છે. કોંગ્રેસની સ્થતી ખુ સારી દેખાઇ રહી છે. અમિત શાહ હાલમાં જ કહી ચુક્યા છે કે આ વખતે પ્રવાહ બદલાઇ જશે.અમિત શાહ અને મોદી હવે રાજસ્થાન અને મધ્યપ્રદેશ પર ધ્યાન કેન્દ્રિત કરી ચુક્યા છે. તમામ તાકાત લગાવી દેવા શાહ કાર્યકરોને કહી ચુક્યા છે. રાજ્સ્થાનમાં વિધાનસભાની ૨૦૦ સીટ રહેલી છે. જે પૈકી બહુમતિને લઇને હમેંશા પ્રાથમિકતા રહે છે. ભાજપની પ્રથમ પ્રાથમિકતા બહુમતિના જાદુઇ આંકડા સુધી પહોંચવાની રહેલી છે. શાસન વિરોધી પરિબળો વચ્ચે હાલત કફોડી બને તે લાગે છે પરંતુ અમિત શાહ હાલમાં સક્રિય છે અને કાર્યકરો ભારે મહેનત કરી રહ્યા છે. લોકોની નારાજગી દુર થશે કે કેમ તે બાબત ઉપયોગી સાબિત થનાર છે. છેલ્લી ચૂંટણી ૨૦૧૩માં યોજાઇ હતી. જેમાં ભાજપે ૧૬૩ સીટો જીતી સપાટો બોલાવ્યો હતો. તેની મત હિસ્સેદારી ૪૧.૧૭ ટકા રહી હતી. આવી જ રીતે કોંગ્રેસની સીટ ઘટીને માત્ર ૨૧ રહી ગઇ હતી. તેના સુપડા સાફ થઇ ગયા હતા. તે પહેલાની ચૂટણીમાં ભાજપની સીટો ૮૫ હતી. જ્યારે કોંગ્રેસની સીટ ૭૫ હતી. આવી સ્થતીમાં ભાજપ માટે પડકારો ગંભીર દેખાઇ રહ્યા છે. રાજસ્થાનના મતદારોના વલણને ધ્યાનમાં લેવામાં આવે તો અહીંના મતદારો એક વખતે કોંગ્રેસ અને એક વખત ભાજપને તક આપે છે. વર્ષ ૨૦૧૩માં એનપીપી અને બસપ જેવા ક્ષેત્રિય પક્ષો ચાર અને ત્રણ સીટો ક્રમશઃ જીતી શક્યા હતા. કોંગ્રેસ પાર્ટીનો સફાયો થયો હતો. એનપીપીની મત હિસ્સેદારી ૪.૬૨ ટકા અને બસપની મત હિસ્સેદારી ૭.૬ ટકા થઇ હતી. પૂર્વીય રાજસ્થાનમાં બહુજન સમાજ પાર્ટી અને એનપીપીની ભૂમિકા મહત્વપૂર્ણ રહેલી છે. ભરતપુર, કરોલી, હિન્દોન, સવાઈમાધોપુર અને દોસા જેવા જિલ્લાઓમાં આ પાર્ટીઓનું પ્રભુત્વ રહેલું છે જ્યાં દલિત અને આદિવાસી વસતી વધારે પ્રમાણમાં છે.રાજકીય પંડિતો માને છે કે રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ઓછામાં ઓછી ૩૦ વિધાનસભા સીટો એવી છે જેના ઉપર નાના પક્ષોનું મહત્વ રહેલું છે જેમાં બહુજન સમાજ પાર્ટી, નેશનલ પીપલ્સ પાર્ટી, સીપીઆઈએમ અને રાષ્ટ્રીય લોકદળનો સમાવેશ થાય છે. આ તમામ નાના પક્ષો ચોક્કસ બેઠકો ઉપર પ્રભુત્વ ધરાવે છે. આવી સ્થતિમાં કેટલાક મતવિસ્તારમાં આશ્ચર્યજનક પરિણામો આવી શકે છે. આ બેઠકો ઉપર પરિણામ ભાજપ અને કોંગ્રેસ બંનેની ગણતરી બગાડી શકે છે. કોંગ્રેસના રાજ્ય એકમના વડા સચિન પાયલોટે રાજ્યમાં બહુજન સમાજ પક્ષ સહિત કોઇપણ નાના પક્ષ સાથે ચૂંટણી જાડાણ કરવાનો હાલમાં સાફ ઇન્કાર કર્યો છે.કોંગ્રેસ તમામ ૨૦૦ સીટો ઉપર ભાજપ સામે ચૂંટણી મેદાનમાં ઉતરવા ઇચ્છુક છે.. ૨૦૦૮માં જ્યારે કોંગ્રેસ પાર્ટી ૯૬ સીટ જીતી શકી હતી ત્યારે બહુજન સમાજ પાર્ટીના છ સભ્યોનો ટેકો પાર્ટીએ મેળવ્યો હતો. આ લોકો ગહેલોતના નેતૃત્વમાં સરકારમાં સામેલ થઇ ગયા હતા. વસુંધરા રાજેની આક્રમક ગૌરવ યાત્રા બાદ ભાજપ દ્વારા કેટલીક વિધાનસભા સીટોમાં શાસનવિરોધી લહેરને રોકવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વસુંધરા રાજે પોતે ૨૦૦૮માં હારી ગઈ હતી પરંતુ કોંગ્રેસને સ્પષ્ટ બહુમતિ મળી ન હતી. આ વખતે ભાજપની સ્થતિ રાજસ્થાનમાં પ્રમાણમાં નબળી દેખાઈ રહી છે. રાજસ્થાનમાં એક વખત કોંગ્રેસ અને એક વખત ભાજપની સરકાર બનતી રહી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"


