ભાજપના પૂર્વ સાંસદ તરુણ વિજયનું ટિ્વટર એકાઉન્ટ હેક,રાહુલના વખાણ કર્યા..!!

0
12

ન્યુ દિલ્હી,તા.૫
ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ તરૂણ વિજયનું ટિ્વટર એકાઉન્ટ મંગળવારે મોડી રાત્રે હેક કરી લેવાયું. તેમના ટિ્વટર પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરૂદ્ધ અને કાંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના પક્ષમાં સતત કેટલાંય ટ્‌વીટ કરાયા. જા કે બાદમાં તેમણે પોતાની આ ટ્‌વીટને ડિલીટ કરી દીધી.
સૌથી પહેલાં તરૂણ વિજયના એકાઉન્ટ પરથી કાંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીની કૈલાશ માનસરોવર યાત્રાના પક્ષમાં ટ્‌વીટ કરાઇ. ટ્‌વીટમાં લખ્યું કે જે લોકો રાહુલ ગાંધીની કૈલાસ માનસરોવર યાત્રાની મજાક ઉડાડી રહ્યાં છે, આવું એક હિન્દુએ કરવું જાઇએ નહીં. આ જે પણ છે રાહુલ અને શિવની વચ્ચમાં છે, શિવથી મોટું કંઇપણ નથી. હું પોતેન ત્રણ વખત કૈલાશ જઇ આવ્યો છું અને કૈલાસ માનસરોવર યાત્રી સંઘનો અધ્યક્ષ પણ રહી ચૂકયો છું.
ત્યારબાદ બીજી ટ્‌વીટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઇ આવી. જેમાં કહ્યું કે હેલો, તમે એટલા માટે ત્યાં નથી કારણ કે તમે પોપ્યુલર છો. તમે એટલા માટે ત્યાં છો કારણ કે લોકો તમારી પાછળ છે. તમારા ઘમંડને દૂર કરો, હે ભગવાન, તમને એવું લાગે છે તમે પોપ્યુલર છો.
આ તમામ ટ્‌વીટ બાદ તરૂણ વિજય ને સોશિયલ મીડિયા પર ઘણા ટ્રોલ પણ કરવા લાગ્યા. ત્યારબાદ તેમણે ટ્‌વીટ કરી કે હું અત્યારે મા‹નગ વાક પર છું, જે વ્યક્તિ મારા ટિ્વટર એકાઉન્ટ હેન્ડલ કરતું હતું, મેં તેને હટાવી દીધી છે.
આપને જણાવી દઇએ કે તરૂણ વિજય લેખક અને પત્રકાર પણ છે. ૨૦૧૦ થી ૨૦૧૬ સુધી તેઓ ઉત્તરાખંડથી રાજ્યસભા સાંસદ હતા. તરૂણ વિજય રાષ્ટ્રીય સ્વયંસેવર સંઘના અખબાર પાંચજન્યના એડિટર પણ રહી ચૂકયા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY