વસુન્ધરા માટે ડુ ઔર ડાઇ

0
24

રાજસ્થાનમાં હાલમાં વસુન્ધરા રાજેના નેતૃત્વમાં ભાજપ સરકાર ચાલી રહી છે પરંતુ આ સરકારની સામે હાલમાં શાસન વિરોધી પરિબળ જારદાર રીતે પ્રભુત્વ ધરાવે છે. મોટા ભાગના સામાન્ય લોકો કહી રહ્યા છે કે વસુન્ધરા રાજે સરકારે કોઇ કામ કર્યા નથી. તેમની સામે સામાન્ય લોકોમાં ઉદાસીન મુખ્યપ્રધાન તરીકે પ્રવર્તી રહી છે. સાથે સાથે લોકોના પ્રવાહને ધ્યાનમાં લેતા પણ તેમની સામે સમસ્યા છે. આવી સ્થતીમાં આ ચૂંટણી તેમના માટે ડુ ઔર ડાઇ સમાન બની રહેશે. છેલ્લ ત્રણ પેટાચૂંટણીમાં ભાજપની હાર થઇ છે. જે તેમની ચિંતા વધારે છે. અજમેર, અલવરની લોકસભા પેટાચૂંટણી અને મંગળગઢ વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસની સામે ભાજપની હાર ખતરાની ઘંટી સમાન છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે અજમેર અને અલવરમાં ૧૬ વિધાનસભા સેંગ્મેન્ટ પૈકી એકમાં પણ ભાજપની જીત થઇ નથી. કેટલાક પોલિંગ બુથમાં તો ભાજપને એક વોટ પણ મળ્યા નથી. રાજે હાલમાં જન સંવાદ યાત્રા કરી રહી છે. રાજસ્થાનમાં સમાજના જુદા જુદા વર્ગ માટે ૨૦૦૦૦ કરોડની રાહતો જાહેર કરવામાં આવી ચુકી છે. જન સંવાદના કારણે વસુન્ધરાએ તેમની તાકાત લગાવી દીધી છે. જુ સુધી રાજ્યમાં ૩૩ જિલ્લાઓ પૈકી ૧૬થી વધુને આવરી લેતી ૫૦ વિધાનસભા બેઠકોમાં સંવાદ બેઠકો યોજવામાં આવી ચુકી છે. આ બેઠકોનો દોર જારી છે. રાજે દ્વરા લોકલ પાર્ટી કાર્યકરો સાથે સંપર્ક સ્થાપિત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વસુન્ધરા માટે સામાન્ય લોકોમાં તેમને લઇને હાલમાં રહેલી નારાજગી દુર કરવાની અને સરકાર ટકાવી રાખવાની બાબત સરળ નથી. જા કે મોડેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઝંઝાવતી પ્રચાર કરવા માટે પહોંચનાર છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY