મુંબઈ,તા.૧૬
મોખરાના અભિનેતા નેશનલ એવોર્ડ વિજેતા રાજકુમાર રાવે કહ્યું હતું કે આજે તો કન્ટેન્ટજ સફળતાની ચાવી છે. આજે કન્ટેન્ટ મનોરંજન પૂરું પાડે છે. મનોરંજનના નામે પીરસાતા મસાલા કે સ્ટારના નામે હવે ફિલ્મો ચાલતી નથી.
ડેબ્યુ ફિલ્મથી જ બિનપરંપરાગત કથાવસ્તુ ધરાવનારી ફિલ્મો કરનારા રાજકુમાર રાવે એક ઇન્ટરવ્યૂમાં પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. એણે કહ્યું, ફિલ્મ હોય કે ટીવી શો હોય યા પછી વેબ સિરિઝ હોય, કન્ટેન્ટ સબળ ન હોય તો સફળતાની ગૅરંટી મળતી નથી. પાવરફૂલ કન્ટેન્ટ સફળતાની ગૅરંટી બની રહ્યું છે. ‘આજે કન્ટેન્ટ મનોરંજનનો વિકલ્પ બની રહ્યું છે. લોકોને કંઇક નવું જાઇએ. દાયકાઓથી એકની એક ફોર્મ્યુલા પર ફિલ્મો બનતી રહી અને લોકો ન છૂટકે જાતાં રહ્યા. આજે એવું ચાલે નહીં. લોકો સમક્ષ દુનિયા આખીના મનોરંજનની ક્ષિતિજા ઊઘડી ચૂકી છે એટલે આજે તો કન્ટેન્ટજ મનોરંજન બની રહ્યું છે.’
મુંબઇના ક્રાઇમ રિપોર્ટર હુસૈન ઝૈદીની નવલકથા ‘માફિયા ક્વીન્સ આૅફ બોમ્બે’ના ઓડિયો વર્ઝનમાં રાજકુમાર રાવે રાધિકા આપ્ટે અને કલ્કી કોચલીન સાથે પોતાનો કંઠ ઊછીનો આપ્યો છે. આ નવલકથા વિશે પૂછવામાં આવતાં એણે કહ્યું કે આ નવલકથામાં જે સ્ટોરી છે એ ઓડિયો સ્વરૃપે કહેવા જેવી છે. અત્યાર સુધી આપણે એમ માનતા હતા કે અંધારી આલમમાં માત્ર પુરુષોની મોનોપોલી છે. આ પુસ્તક એ માન્યતાને ખોટી પાડે છે અને કહે છે કે અંધારી આલમમાં પણ મહિલા માફિયા છે જે પુરુષોની બરાબરી કરે એવી છે. એટલે આ સ્ટોરી કહેવી જાઇએ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



