એસબીઆઈ ગ્રાહક નેટ બેન્કિંગથી રોજ ૨૫ હજાર મોકલી શકશે

0
11

ન્યુ દિલ્હી,તા.૧૬
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ) સતત તેના ગ્રાહકોની સમસ્યાઓના સમાધાન માટે કાર્યરત રહે છે.એસબીઆઈએ ટિવટ કરી જણાવ્યું કે આ સુવિધા દ્વારા ગ્રાહક રોજ ૨૫ હજાર રૂપિયા સુધી મોકલી શકે છે. જેને ધ્યાનમાં રાખતા બેંકે તેના ગ્રાહકો માટે બેનિફિશયરી એડ કર્યા વગર નેટ બેન્કિંગ દ્વારા પૈસા મોકલવાની સેવા શરૂ કરી છે. આ ઉપરાંત, એક દિવસમાં પૈસા મોકલવાની મર્યાદામાં પણ વધારો કરવામાં આવ્યો છે.
એસબીઆઈનાં કહેવાં પ્રમાણે, આપ જે ખાતામાં પૈસા મોકલી રહ્યા છો તે ખાતુ એસબીઆઈનું હશે તો પૈસા થોડીક જ મિનીટોમાં ટ્રાન્સફર થઈ જશે. જા ખાતુ બીજી કોઈ બેંકનું હશે તો તમે આઈએમપીસી અને એનઈફટીનાં વિકલ્પોનો ઉપયોગ પણ કરી શકો છો.
એસબીઆઈએ ટિવટમાં જણાવ્યું કે, આ સુવિધા દ્વારા ગ્રાહક રોજ ૨૫ હજાર રૂપિયા સુધી મોકલી શકે છે. દર એક ટ્રાંઝેક્શન દરમિયાન તે ૧૦ હજાર રૂપિયા સુધી મોકલી શકશે.
જ્યારે પણ તમે પૈસા ટ્રાંસફર કરો છો તે સૌથી પહેલા જે માણસને તમે પૈસા મોકલી રહ્યા છો તેને જાડવાનો હોય છે. બેનિફિશયરી એડ કરવામાં બેંકને કિયારેક અડધો કલાક થઈ જાય તો કિયારેક ફટાફટ થઈ જાય. પરંતુ ભારતીય સ્ટેટ બેંક(SBI) તમને વગર બેનિફિશયરી એડ કર્યે પૈસા ટ્રાંસફર કરવાની તક આપે છે. આના માટે બેંકે ‘કિલક ટ્રાંસફર’ની સુવિધા ચાલુ કરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY