ભરૂચ એસ.ઓ.જી અને દહેજ પોલીસની સંયુક્ત રેડમાં દહેજ ના વડદલા ગામમાં રહેતી એક મહિલાની બે કિલો ઉપરાંતના ગાંજો કિંમત રૂપિયા ૨૦ હજારના મુદ્દામાલ સાથે ધરપકડ કરાઈ હતી.
બનાવની મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લા હાલમાં જ આવેલ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન અને સૂચના આધારે ભરૂચ જિલ્લામાં ગુન્હાખોરી પર નિયંત્રણ રાખવા સૂચનાઓ આપવામાં આવી હતી.તે દરમ્યાન મળેલ બાતમીના ભરૂચ એસ. ઓ.જી પી.આઈ પી.એન.પટેલ તથા દહેજ પોલીસ મથકના પી.આઈ,જે.એન.ઝાલા અને તેમની ટીમ દ્રારા દહેજના વડદલા ગામમાં રહેતી મહિલા ગીતા સોમાભાઈ પટેલના ઘરે સંયુક્ત દરોડા પાડતા તેણી પાસેથી નારકોટિક્સ (ગાંજો) ૦૨.૯૦૦ કિ.ગ્રામ જેની કિંમત ૨૦,૩૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી દહેજ પોલીસ દ્રારા ગીતા વિરૂધ્ધ નારકોટિક્સ એકટની ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.તથા આગળની કાર્યવાહી દહેજ પીએસઆઇ એસ.એન.પાટીલ ચલાવી રહ્યા છે.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




