રંગ ફાઉન્ડેશન દ્વારા સેવાકીય પ્રોજેકટ સ્ત્રી સ્વાભિમાન અંતર્ગત મહિલાઓને સેનેટરી પેડ ના ઉપયોગ અંગે જાગૃતિ ફેલાવવામાં આવે છે.

આ કાર્યક્રમ અંતર્ગત આજ રોજ તારીખ 21 ઓગસ્ટ 2018 ના રોજ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કારેલી ગામની વિનય વિદ્યા મંદિર હાઈસ્કૂલ ખાતે શાળાની બાળાઓ, આવતીકાલની માતાઓ, અને બેટીઓ ને સેનેટરી નેપકીન વિશે માહિતી આપી જાગૃતતા ફેલાવવામાં આવી તથા વિનામૂલ્યે સેનેટરી પેડ નું વિતરણ કરવામાં આવ્યું.

કાર્યક્રમ દરમ્યાન જંબુસર તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસર (T. H. O), તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી, ગજેરા P. H. C સેન્ટર ના ઓફિસર, સરપંચ શ્રી, પ્રમુખ શ્રી – રંગ ફાઉન્ડેશન અને શાળાના આચાર્ય શ્રી હાજર રહ્યાં હતાં અને બાળાઓને માહિતી આપી હતી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





