ગરૂડેશ્વર તાલુકાના 80 ગામોના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે લાબું નહીં થવું પડે,ઘર આંગણે સુવિધા ઉપલબ્ધ

0
14

ગરૂડેશ્વર વિસ્તારની યુવતીઓને ઉચ્ચ અભ્યાસ માટે બહાર મોકલવા વાલીઓનું મન નહોતું માનતું,ઘર આંગણે સુવિધા ઉપલબ્ધ થવાથી હવે યુવતીઓ પણ હવે ઉચ્ચ અભ્યાસથી વંચિત નહિ રહે.

રાજપીપળા:નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાાના લગભગ 80 ગામોોના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનોને 12મુ ધોરણ પાસ કર્યા પછી ઉચ્ચ અભ્યાસ મારે રાજપીપળા અથવા નસવાડી તરફ જવું પડતું હતું.વળી છેડતી થવાની બીકે યુવતીઓને ઉચ્ચ અભ્યાસ માટે બહાર મોકલવા વાલીઓનું પણ મન માનતું નહોતું,જેથી અમુક કિસ્સામાં તો યુવતીઓ આ જ કારણે ઉચ્ચ અભ્યાસથી વંચિત રહી જતી હતી.આવા સમયે શ્રી નર્મદા ઉત્કર્ષ ચેરીટેબલ ટ્રસ્ટ,સુંદરપુરાને દક્ષિણ ગુજરાત યુનીવર્સીટીના અધિનિયમ અન્વયે સ્નાતક કક્ષાએ ગુજરાતી,અંગ્રેજી,સોશિયોલોજી અને ઇકોનોમિક્સ વિષયની 15/6/2018 થી 14/6/2018 સુધીના સમયગાળા માટે કોલેજ ચાલુ કરવાની માન્યતા પ્રાપ્ત થઈ છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ગરૂડેશ્વર તાલુકાની ઉચ્ચ અભ્યાસ માટેની આ પ્રથમ કોલેજ છે.ઘર આંગણે ઉચ્ચ અભ્યાસની સુવિધા થતા હવે આ વિસ્તારના 80 જેટલા અંતરિયાળ ગામોના વિદ્યાર્થીઓને ભણવા માટે લાંબા નહિ થવું પડે અને સાથે સાથે હવે વિદ્યાર્થીનીઓને પણ ઉચ્ચ અભ્યાસથી વંચિત નહિ રહેવું પડે.મૈકલ કન્યા આર્ટસ કોલેજને ગરૂડેશ્વર ખાતે ટ્રસ્ટી અને રાષ્ટ્રીય આદિજાતિ આયોગના સભ્ય હર્ષદ વસાવા,ન.જી.પંચાયત વિપક્ષ નેતા કિરણ વસાવાએ વિવિધ સંપ્રદાયના સાધુ સંતોની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરી ખુલ્લી મૂકી હતી.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY