ભાવનગર રેંન્જનાં રેપીડ રીસ્પોન્સ સેલ (આર,આર,સેલ) ટીમે નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન દેસાઇનગર રેલ્વે કવાર્ટર બજરંગદાસબાપાની દેરી પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતાં આઠ ખેલૈયાઓને કુલ ટોટલ ૧,૧૫,૬૭૦/નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડયાં…..

0
157

ગુજરાત રાજ્યનાં માનનીય ડીજીપી સાહેબ દ્વારા દારૂ અને જુગારની ખાસ ડ્રાઈવ તા,૧૨/૦૬/૨૦૧૮- થી તા,૨૬/૦૬/૨૦૧૮- સુધી રાખવામાં આવેલ હોય,ભાવનગર રેંન્જનાં રેપીડ રીસ્પોન્સ સેલ(આર,આર,સેલનાં) મ્હે આઇ,જી,પી,અમિતકુમાર વિશ્વકર્મા સાહેબની સુચના કે ભાવનગર રેંન્જમાં ભીમ અગિયાર નાં તેમજ આગામી રથયાત્રા નાં તહેવારો અનુસંધાને રેંન્જનાં સીટી/તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સધન પેટ્રોલીંગ રાખી દેશી/વિદેશી/તેમજ જુગાર/ તેમજ અસામાજિક ગેરકાયદે પ્રવૃત્તિ ને સદંતર નેસ્ત નાબુદ કરવાની સુચના મુજબ અમો આર,આર,સેલનાં ઇન્ચાર્જ PSI.બી,એસ,મકવાણા તથા,હેડ,કો,ગંભીરસિંહ ચુડાસમા તથા,પો,કો,ઉમેશભાઇ સોરઠીયા તથા,પો,કો,ભયપાલસિંહ ગોહિલ તથા,પો,કો,અજયભાઇ ઉપાધ્યાય તથા,પો,કો,યોગેન્દ્રભાઇ ચાવડા વિગેરે પોલીસ સ્ટાફનાં માણસો સીટી વિસ્તારમાં કલાક ૦૦/૦૫/ વાગ્યાથી નાઇટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ફરતાં ફરતાં દેસાઇનગર પેટ્રોલપંપ પાસે પહોંચતાં સાથેનાં પો.કો.યોગેન્દ્રભાઇ ચાવડાને બાતમી રાહે હકિકત મળેલ કે દેસાઇનગર પાસે આવેલ રેલ્વે કવાટર્સ બજરંગદાસબાપાની મઢુલી પાસે સ્ટ્રીટ લાઇટનાં અજવાળે જાહેરમાં ગોળકુંડાળુ વળી તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રમાડતાં હોય તેવી હકિકત મળતાં તુરંતજ સદરહુ હકિકત વાળી જગ્યાએ જઇ બે રાહદારી પંચોનાં માણસો બોલાવી જુગાર રમતાં ઇસમો ને ઝડપી પાડેલ જુગાર રમતા ઇસમોનાં નામ નીચે મુજબ ક્રમમાં…

(૧)હરદેવભાઇ લાલજીભાઈ ચૌહાણ,જા,કો, ઉ.વર્ષ ૩૪.રહે કુંભારવાડા અગર સોસાયટીપ્લોટ નં ૩૧ ભાવનગર…(૨)રાજુભાઇ ચંદુભાઇ મકવાણા જા.કો.ઉ.વર્ષ ૨૬ રહે હાદાનગર પ્લોટ નં ૮૯ ભાવનગર…(૩) લાલજી ઉર્ફે લાલો મનજીભાઈ મકવાણા જા કો ઉ.વર્ષ ૩૦ રહે મેપાનગર બહુચરાજી માતાજી નાં મંદિર પાસે ભાવનગર…(૪) હરેશ ઉર્ફે મુંન્નો નાગજીભાઈ કો.ઉ.વર્ષ.૩૨ રહે મેપાનગર પ્લોટ નં ૬૬ ભાવનગર…(૫) અરવિંદભાઇ કરશનભાઇ ડાભી કો.ઉ.વર્ષ ૨૭ રહે દેસાઇનગર ઝવેરભાઇ ની વાડીમાં શેરી નં પાંચ ભાવનગર…(૬) સુબ્રમણીયમન ઠેંગાવેલ બીસરીયા ઉ.વર્ષ ૩૭ રહે મેપાનગર રામજીભાઈ મોતીભાઇનાં મકાનમાં ભાડેથી ભાવનગર..(૭) પંકજભાઇ લક્ષ્મણભાઇ ગૌસ્વામી મહારાજ ઉ.વર્ષ ૩૫ રહે હાદાનગર શિવશક્તિ સો.હનુમાનજીનાં મંદિર પાસે ભાવનગર…(૮) અજયભાઇ સવજીભાઈ મકવાણા કો.ઉ.વર્ષ ૨૬ રહે હાદાનગર પ્લોટ નં ૧૮ માધવ મેડીકલ પાછળ ભાવનગરવાળાઓને જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતાં પટ્ટમાંથી ગંજીપતાનો કેટ એક તેની કિંમત.રૂ. ૦૦/૦૦ તેમજ પટ્ટમાંથી રોકડા રૂપિયા ૨૭,૬૭૦/ તેમજ મોબાઇલ ફોન નંગ ૦૯ તેની કિંમત રૂ.૩૩,૦૦૦/ તેમજ બે મો.સા તેની કિંમત રૂ ૫૫,૦૦૦/ કુલ ટોટલ કિંમત રૂપિયા ૧,૧૫,૬૭૦/ નાં મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા કલમ મુજબ આર.આર.સેલનાં હે.કો.ગંભીરસિંહ ચુડાસમા દ્વારા સરકાર તરફે ફરીયાદી બની બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે…..

આ સમગ્ર કામગીરીમાં ભાવનગર રેંન્જ રેપીડ રીસ્પોન્સ(આર.આર.સેલનાં) નાં ઇન્ચાર્જ PSI.બી.એસ.મકવાણા તથા હેડ કોન્સ ગંભીરસિંહ ચુડાસમા તથા પો કો ઉમેશભાઇ સોરઠીયા તથા પો કો ભયપાલસિંહ ગોહિલ તથા પો કો અજયભાઇ ઉપાધ્યાય તથા પો કો ઉપેન્દ્રભાઈ ચાવડા વિ.પો.સ્ટાફનાં માણસો જોડાયાં હતાં…..

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY