રથયાત્રામાં વર્લ્ડ હેરિટેજના ટેબ્લો આકર્ષણ જમાવી શકે

0
8

અમદાવાદ,તા.૨૨
૧૪મી જુલાઈના દિવસે યોજાનાર જગન્નાથ રથયાત્રાને લઇને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ૧૪૧મી રથયાત્રામાં આ વખતે કેટલાક નવા આકર્ષણો ઉમેરવાની તૈયારી ચાલી રહી છે. રથયાત્રામાં આ વખતે વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જા રજૂ કરવામાં આવનાર છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રથયાત્રામાં શહેરના હેરિટેજ સ્મારકો ખાસ ટેબ્લો રજૂ કરવામાં આવનાર છે. હેરિટેજ સ્થળો ઉપર લાઇટિંગ પણ કરવામાં આવનાર છે. જાણકાર લોકોનું કહેવું છે કે, રથયાત્રાને લઇને જારદાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ વખતે રથયાત્રામાં ૧૫થી ૨૦ ટેબ્લો રજૂ કરવામાં આવનાર છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેની કમિટિના ચેરમેન અમુલ ભટ્ટનું કહેવું છે કે, હેરિટેજનો દરજ્જા મળ્યા બાદ પ્રથમ વખત યોજાનાર રથયાત્રામાં વિશેષ આકર્ષણ રાખવામાં આવશે. ૧૮ કિલોમીટર લાંબા રુટ ઉપર વિશેષ સાવચેતી રાખવામાં આવશે. તમામ રુટ ઉપર વિશેષ રોશની કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હેરિટેજ સ્મારકો ઉપર લાઇટિંગના સંદર્ભમાં સુચન કરવા માટે એક સલાહકારની નિમણૂંક પણ કરી છે. સિવિક બોડી દ્વારા હેરિટેજ સ્થળો ઉપર હંમેશ માટે આ પ્રકારની લાઇટિંગ સુવિધા ગોઠવાય તેવા પગલા લેવાઈ રહ્યા છે. ગુરુવારના દિવસે આ સંદર્ભમાં મહત્વપૂર્ણ બેઠખ મળી હતી. લાઇટિંગ હેરિટેજ સ્થળો ઉપર કેવા પ્રકારની મુકાશે તેને લઇને નિષ્ણાતોમાં ચર્ચા થશે. એએમસીના બજેટ માટે હેરિટેજ સ્થળો પર લાઇટિંગના લીધે વધુ બોજ આવી શકે છે પરંતુ હેરિટેજના સ્થળોને નવા અવકાર સાથે રજૂ કરવા માટે આ તૈયારી કરવામાં આવી રહી છે. વધુને વધુ પ્રવાસીઓ પહોંચે અને આકર્ષિત થાય તે માટે જુદા જુદા પગલા લેવાઈ રહ્યા છે. રથયાત્રા આડે વધારે સમય રહ્યો નથી ત્યારે તૈયારીઓ હાથ ધરાઈ છે.

(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY