જેતપુર,તા.૪
લગ્નના નામે ઘણા લગ્ન વાંછુક યુવાનો છેતરાઇ રહ્યાં છે. આવો જ એક કિસ્સો જેતપુરમાં બનેલ છે. જેતપુરના બે દલાલો સાથે મળીને પરપ્રાંતની યુવતીએ આ વિસ્તારના મોટી ઉંમરના લગ્ન વાંછુક યુવકોને છેતરીને રફુચક્કર થઇ ગઈ છે. જેતપુર પોલીસે આ ઠગને પકડી પડેલ છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
જેતપુર પોલીસમાં પોરબંદરના કિશોરભાઈ સોલંકી દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં નાગપુરની પ્રેમ ઢોલ નામની યુવતી દ્વારા ૧ લાખ લઇને ખોટા લગ્ન કરી અને તેને છેતરીને ભાગી છૂટી છે. અને તે ફરીથી ધોરાજીના અન્ય કોઈ સાથે ખોટા લગ્ન કરીને રહે છે. જેતપુર પોલીસ દ્વારા આ યુવતીને પકડી કાયદેસરની કર્યવાહી શરૂ કરી છે.
બનેલ ઘટના મુજબ જેતપુરના નવાગઢમાં રહેતા લગ્ન કરાવી દેતા બે દલાલો કાળા સોલંકી અને પ્રેમજીભાઈ સોલંકીએ પોરબંદરના કિશોરભાઈના લગ્ન કરાવી આપેલ હતા. જેના માટે ૧ લાખ રૂપિયા જેવી મોટી રકમ વસુલી હતી. ખોટા લગ્ન કરીને પ્રેમ કિશોરભાઈ સાથે પોરબંદરમાં ૧ માસથી વધુ સમય સાથે રહી હતી. ત્યાર બાદ નાગપુરમાં યુવતીની માતા બીમાર છે જેથી તેને ત્યાં જવું છે તેમ કહી તે ૧૦ હજાર રૂપિયા જેટલી રકમ સાથે ભાગી છૂટી હતી.
જેની જાણ અગાઉ પોરબંદરમાં જે વ્યÂક્તને છેતરી હતી તે કિશોરભાઈ સોલંકીને થતા તેણે જેતપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે જેતપુર સીટી પોલીસ દ્વારા યુવતી અને એક દલાલ કાળા સોલંકીને પકડી પડેલ હતો અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. જયારે અન્ય એક દલાલ પ્રેમજી સોલંકી ભાગી છૂટેલ છે. જેને પકડવા પોલીસે ચક્કરો ગતિ માન કરેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



