ભુજના સિમેન્ટ રોડ પર આવેલા વંડી ફળિયામાં પોતાના નાના ભાઈ ના પરિવારને પેટ્રોલ છાંટી યુસુફ ઈસ્માઈલશા પીર અને તેમના નાનાભાઈ મહંમદ ઇસ્માઇલશા પીર ના ભુજની જી.કે જનરલ હોસ્પિટલ માં સારવાર દરમિયાન મૃત્યુ થયા હતા આ ગંભીર ઘટનામાં કુલ મરણ આંક ચાર પર પહોંચ્યો છે આ બનાવની વિગતો મુજબ રમજાન ઈદની ઉજવણી કર્યા બાદ નાનાભાઈનો પરિવાર નિંદ્રાધીન હતો ત્યારે રાત્રીના ૧:૩૦ વાગ્યાના અરસામાં નવ વર્ષથી ચાલતા મકાનના કોર્ટ કેસ બાબતે જીવતા સળગાવી દેવાયા હતા આ બનાવના પગલે સમગ્ર શહેરમાં અરેરાટી વ્યાપી જવા પામી છે ત્યારે પોતાના ભાઈના પરિવારનો માળો પિંખી નાખનાર આરોપી સહિત આ ઘટનામાં ચાર લોકોના મૃત્યુ થયા છે જેમની આગળની કાર્યવાહી ભુજ શહેર એ ડીવીઝન પોલીસ ચલાવી રહી છે
રિપોર્ટ : બિમલ માંકડ 78746 35092 ધર્મેશ જોગી 98791 87080
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



