સુચિત્રા ત્રિવેદીએ ૪૧ વર્ષની વયે ભાવગરમાં લગ્ન કર્યા

0
16

મુંબઈ,તા.૨૪
સીરીયલ ‘બા, બહૂ ઔર બેબી’ ફેમ અભિનેત્રી સુચિતા ત્રિવેદીએ લગ્ન કરી લીધા છે. ૪૧ વર્ષની સુચિતાએ નિગમ પટેલ સાથે લગ્ન કરી લીધા છે. તેમના લગ્ન ગુજરાતનાં ભાવનગરમાં થયા જેમાં ફક્ત નજીકનાં લોકો સામેલ થયા હતા.
રેડ અને વ્હાઇટ કલરનાં લહેંગામાં સુચિતા ઘણી જ સુંદર લાગી રહી છે. અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની આ તસવીરો શેર કરી છે. આ ખાસ દિવસે સુચિતાને તેની બહેનોએ તૈયાર કરી હતી. લગ્નની તસવીરો અભિનેત્રી રિદ્ઘિ ડોગરા અને તેમના પતિ રાકેશ વશિષ્ઠે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. રિદ્ધિ-રાકેશ સાથે સુચિતાનું સારુ બાડિંગ છે.
સુચિતા ઘણા જાણીતા ટીવી શામાં કામ કરી ચુકી છે. જેમાં ‘ખિચડી’, ‘કહાની ઘર-ઘર કી’, ‘ઇશ્ક મે મરજાવાં’ સામેલ છે. ‘બા, બહૂ ઔર બેબી’માં સુચિતાએ મીનાક્ષી ઠક્કરનું પાત્ર નિભાવ્યું છે. નાના પડદે જ સુચિતાને સાચી ઓળખ અપાવી હતી. ૧૯૮૩માં અભિનેત્રીએ ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે અનિલ કપૂરની ફિલ્મ ‘વો સાત દિન’થી ડેબ્યૂ કર્યું હતુ. સુચિતાએ ‘ફિરાક’, ‘મિશન કાશ્મીર’, ‘કુછ કુછ લોચા હૈ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. એક્ટર રાકેશને સુચિતા તેનો ભાઈ માને છે. આ કારણે લગ્નનાં દિવસે સુચિતાની એન્ટ્રી દરમિયાન તે ફૂલોની ચાદર પકડતો જાવા મળ્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY