કાબૂલ,તા.૧૬
અફગાનિસ્તાનની રાજધાની કાબુલમાં બુધવારે આત્મઘાતી બોમ્બ હુમલાખોરે એક શિયા બહુલ વિસ્તારમાં યુનિવર્સિટી પરીક્ષાઓ તૈયાર કરી રહેલા વિદ્યાર્થીઓને નિશાન બનાવીને હુમલો કર્યો છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૪૮ લોકોના મોત થયા છે અને ૬૭ લોકો ઘાયલ થયા છે. આ હુમલા માટે ઇસ્લામિક સ્ટેટ ગ્રુપને જવાબદાર માનવામાં આવી રહ્યું છે. અફગાનિસ્તાનના શિયા સમુદાય પર તાજેતરમાં કરવામાં આવેલો આ સૌથી ભયંકર હુમલો છે. જણાવી દઇએ કે અફઘાનિસ્તાનમાં આ અઠવાડિયે તાલિબાને હજારો પોલીસવાળો અને સામાન્ય લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે.
હુમલાખોરે કાબુલના દશત-એ-બારચા વિસ્તારમાં એક ખાનગી બિલ્ડિંગની અંદર પોતાની જાતને ઉડાવી લીધો, જ્યાં શિયા સમુદાયના બાળકો ભણી રહ્યા હતા. આ તમામ બાળકો યુનિર્વસિટીના પરિક્ષાની તૈયારી કરી રહ્યા હતા. આરોગ્ય મંત્રાલયના પ્રવક્તા વાજિદ મજરોહે જણાવ્યું કે, અત્યાર સુધી ઘાયલોની કુલ સંખ્યાની જાણ નથી થઇ. મૃતકોની સંખ્યામાં પણ વધારો થઇ શકે છે. મૃતકોમાં કેટલાક શિક્ષકોનો પણ સમાવેશ છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે માત્ર એક હુમલાખોરની પુષ્ટિ થઈ છે. જા કે, કોઈ પણ જૂથે આ હુમલાને હજી સુધી જવાબદારી નથી લીધી. પરંતુ સ્થાનિક શિયા સમુદાયના લોકોનું કહેવું છે કે આ પહેલા આવા હુમલાઓની જવાબદારી ઇસ્લામિક સ્ટેટ લઇ ચૂક્્યુ છે. આઈએસએ અગાઉ શિયા મસ્જિદ, શાળા અને કલ્ચરલ સેન્ટર પર હુમલો કર્યો હતો. બીજી તરફ તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે આ હુમલામાં તેની ભૂમિકાથી ઇનકાર કર્યો છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



