રોટરી ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ૩૦૬૦ ના ભાવનગર ખાતે યોજાયેલ એવોર્ડ ફંકશનમાં રોટરી ક્લબ ઓફ હળવદ ને અઢાર પ્રકારના ૧૮ એવોર્ડ થી મળ્યું સન્માન

0
153

આખા વર્ષ દરમિયાન ક્લબ દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રકારની સેવાકીય અને લોકઉપયોગી કામગીરી રોટરી ની બધીજ કલબો દેશ અને દુનિયામાં કરતી હોય છે.

જેની નોંધ લઈને ડિસ્ટ્રિક્ટ ગવર્નર દ્વારા રોટેરિયનો તથા કલબોને બિરદાવવા અને પ્રોત્સાહિત કરવાં માટે એક ભવ્ય સેરેમની નું વર્ષ દરમિયાન આયોજન કરવામાં આવે છે.

જેમાં રોટરીના ચાલુ વર્ષ: ૨૦૧૭/૧૮ માં રોટરી ક્લબ ઓફ હળવદ મારફતે પણ ૧૨૧ જેવા નાના મોટા વિવિધ ક્ષેત્રના પ્રોજેક્ટો સફળતાથી સંપન્ન કરેલ.

જે બદલ રોટરી/રોટરેક્ટ/ઈંનરવિલ કલબને અલગ અલગ પ્રકારના પ્લેટિનમ અને ગોલ્ડ સહિતના ૧૧+૬+૧=૧૮ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવેલ.

રોટરી પરિવાર હળવદની દરેક કલબો ના હોદેદારો તેમજ સભ્યો અને દાતાશ્રીઓ એ તન,મન,ધનથી જે સાથ સહકાર પુરા વર્ષમાં આપ્યો હતો.
જેના હિસાબે જ આ સફળતા સાંપડી છે.

તો આ તકે દરેક નો રોટરી પ્રેસિડેન્ટ ચિનુભાઈ પટેલ અને રોટરી સેક્રેટરી રાજેન્દ્રસિંહ રાણા દ્વારા દિલથી આભાર વ્યક્ત કરતા ખુશી અને આનંદ ની લાગણી અનુભવાય છે.
મયુર રાવલ હળવદ
મો 9909458555

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY