નાંદોદ ધારા સભ્યનો ઘરનો ફોન બંધ ,RTO, પોસ્ટ ઓફીસ, બેંકો સહિત ની તમામ કચેરીઓ મા કામગીરી નાણાકીય વ્યવહાર અટક્યો
RTO કચેરીમા લાયસંસ માટે લોકો ધક્કા ખાઈ રહ્યા છે પણ ડીઝીટલ ગુજરાતમા સરકારી નેટ જ ઠેકાણા વગરનુ
રાજપીપળા : નર્મદા જીલ્લામા છેલ્લા 15 દિવસ થી BSNL સેવાઓ ઠપ્પ થઈ જતા જનજીવન પર ભારે અસર પડી રહી છે, છસવારે કેબલો કપાઇ જતા BSNL તો કઇ પગલા નથી ભરતુ પણ લોકો પરેશાન થઈ જાય છે જેમા આ વખતે નાંદોદ ધારા સભ્ય પી.ડી.વસાવાનો ફોન નોો પણ સમાવેશ થયો છે, છેલ્લા 15 દિવસ થી તેમના ઘર ભૂછડનો ફોન બંધ છે, વારવાર રજુઆતો કરવા છતા કોઇ પગલા ન ભરાતા તેમણે સંચાર મંત્રાલય ને રજુઆત કરી છે. બીજી બાજુ RTO, પોસ્ટ ઓફીસ, બેંકો સહિત ની તમામ કચેરીઓ મા કામગીરી નાણાકીય વ્યવહાર અટકીગયો છે અને RTO કચેરીમા લાઇસન્સ માટે લોકો ધક્કા ખાઈ રહ્યા છે પણ ડીઝીટલ ગુજરાત મા સરકારી નેટ જ ઠેકાણા વગરનુ હોય નર્મદા જીલ્લો છેલ્લ એક વર્ષ થી આ તકલીફ વેઠી રહ્યો છે.
આ બાબતે નાંદોદ ધારાસભ્ય પી.ડી.વસાવાએ જણાવ્યુ હતુ કે ગુજરાત સહીત દેશને ડિઝીટલ ગણાવતા મોદી સરકાર નર્મદા જીલ્લા ના 100 થી વધુ ગામો મા પહેલા નેટવર્ક ઉભુ કરે અને એતો દૂર જ્યા છે ત્યા સરખુ કરે, મારા જ ઘરનો ફોન 15 દિવસ થી બંધ છે, હુ કહુ છુ તમારીજ એજંસીઓ રોડનુ કામ કરે છે, અને તેઓ ખોદી નાખે છે ત્યારે ખનગી કમ્પની ને કેમ દંડ કરતા નથી આ BSNL ના નેટવર્ક ખોરવાતા બેંકો મા ક્લિયરંસ અટકી પડે, પોસ્ટ ઓફીસો મા ભીડ જામે છે RTO કચેરી એ લોકો ધક્કા ખાઇ રહ્યા છે, બેંકો મા હજુ પણ લોકો લાઇનો લગાવી રહ્યા છે ત્યારે ડિઝીટલ ઇંડીયા નુ સુત્ર માત્ર સોભાના ગાંઠીયા સમાન રહી ગયુ છે. મે આ બાબતે સંચાર મંત્રાલય ને પત્ર લખ્યો છે. ની વાત કરી હતી.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મોં.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



