*સ્વાસ્થ્ય, સલામતી, પર્યાવરણ એક દાયિત્વ*

0
154

માનવીના મનને કળવું મુશ્કેલ છે પોતાના જીવનને ખૂબજ સમૃધ્ધ બનાવવાની ઘેલછા પાછળ તે આંધળી દોટ મૂકી રહ્ના છે જેના કારણે તે સુખમય અને શાંતિમય જીંદગી જીવવાનું વિસરી જાય છે તેમજ પરિવારના ­ેમ અને હુંફથી વંચિત રહેછે એ ઉપરાંત પોતાને અસલામત સમજી દહેશતથી ગભરાયેલો રહે છે.
યંત્રોનું સંચાલક કરવું એ માણસોનુ઼ સંચાલન કરવા કરતાં વધુ સરળ અને અોછું મુશ્કેલ છે કારણ માનવીનું મન સ્વાસ્થ્ય, સલામતી અને પર્યાવરણના ભોગે સંપત્તિ હાંસલ કરવા માટે મનઘડત યોજનાઅો ઘડતો રહે છે અને તેમાં નિષ્ફળતા મળતા ઘણી બધી મુશ્કેલીઅો ઉભી કરે છે.
આવા લોકોથી દૂર ભાગવાના બદલે તેને શાંતચિત્તે સમજાવીને સાચા રાહ પર લાવવાનું અશક્ય નથી જ આપણે ઇચ્છીએ કે ના ઇચ્છીએ આપણે આ લોકોની સાથે જ રહેવાનું તેમજ કામ કરવાનું હોઇને એમનાથી વેગળા રહેવાને બદલે એમને સ્નેહપૂર્વક સમજાવવાનો ­યાસ કરી સાથે મળીને ­ગતિના પંથે સુરક્ષિત રીતે આગળ વધવાનું છે.
સુરક્ષા સંસ્કૃતિનું ઘડતર કરવાની આપણે સૌ વાતો કરીએ છીએ પરંતુ સૌ ­થમ તેને અનુરૂપ કલ્ચર ઘડવાનું કાર્ય આવશ્યક છે જે સમય માંગી લે તેવું હોય છે પરંતુ અસંભવતો નથી જ કદાચ આ પરિવર્તનથી થતા ફેરફારો અનુÊકૂળ અથવા ­તિકૂળ હોઇ શકે. જા તેને પરંપરાગત માળખાના બદલે સ્વાયત્તતા આધારે ઉભું કરવામાં આવે તો તેનું પરિણામ સારૂં પણ આવી શકે. વ્યક્તિ કાબેલ હોય પરંતુ તેની કુશળતા કદાચ જૂની થઇ ગઇ હોય અથવા તેની જાબ ડિઝાઇન અયોગ્ય હોય તથા તેને કામમાં સ્વાયત્તતા ના અપાતી હોય કે તેના સારા કામની કદર કરી ­ોત્સાહન આપવામાં ના આવે તો તેની સર્જનાત્મકતા રૂંધાઇ જાય છે અને વિવશ બની તે અણધારી ઘટનાનો શિકાર બની જાય છે. સંસ્થાકીય એકમોની ખરી મિલકત તેમનો કર્મચારીગણ છે જેમના થકી ઉત્પાદન ­ક્રિયા અવિરતપણે ધમધમતી રહે છે પરંતુ એવું જાવામાં આવ્યું છે કે મોટાભાગની સંસ્થાઅોમાં તેને યોગ્ય દરજ્જા આપવાના બદલે તેની અવગણના ઉપેક્ષા થતી હોય છે. આવી વિષય પરિસ્થિતિને ટાળવા લઘુ, મધ્યમ અને મહાકાય ઉદ્યોગોએ તેમની નીતિ વિષયક બાબતોમાં સુરક્ષા, આરોગ્ય અને પર્યાવરણ જાળવણીને સાંકળી લેવી જાઇએ અને તે માટે હંમેશા તત્પર રહેવું જાઇએ.
આજકાલ સૌ કોઇને કોઇ ­કારની અસલામતી અનુભવી રહ્ના છે. અસલામતીની ભાવનાથી વ્યક્તિની વિચારશકિત બદલાતી રહે છે. અસલામતી એ મનની બિમારી નથી પણ કારણ છે. ­ક્રિયાઅો, ઉત્પાદન, ­થાઅો બદલાતી રહેછે.
ઉદ્યોગોમાં સુધારાની સાથોસાથ સુરક્ષાને લગતા અને પરિવર્તનો જાવા મળેછે કારણ જૂની માન્યતા મુજબ સલામતીને બીન ઉત્પાદક અને શોખની વસ્તુ ગણવાને બદલે હવે નવી વિચારસરણી મુજબ સલામતીને ઉત્પાદકતાનું અવિભાજ્ય અંગ ગણી તેને ખૂબજ અગત્યતા આપવામાં આવી રહી છે જેથી અકસ્માતોનો આંક ઘટે, આમલોકોની વિપદા અોછી થાય અને માલસામાન-મશીનરી-ઉત્પાદનને નુકશાનમાંથી સચાવી શકાય. સલામતી વિષે આજે લોકોનો અભિગમ બદલાયો છે, વિચારધારામાં પરિવર્તન આવ્યું છે અને સૌનું જીવન અકસ્માત રહિત બને તે મા સુરક્ષાને ફરજનો હિસ્સો સમજી સૌ કોઇ તેનો આદર કરી તેને વધુ અસરકારક બનાવવા નિષ્ઠાપૂર્વક ­યાસો કરી રહ્ના છે.

સુખમય જીવન જીવવાનું બીજું પાસું એટલે સ્વાસ્થ્ય-નીરોગીજીવન સ્વાસ્થ્ય આપણા તન અને મન સાથે વણાયેલું છે. તેને બજારમાંથી ખરીદી શકાતું નથી. તન અને મન ચુસ્ત હોય અને શારીરિક પીડાઅોથી પર હોય તો આપણે સ્વસ્થ્ય જીવન માણી રહ્ના છીએ એવું માની શકાય. શરીરની તંદુરસ્તી વ્યક્તિગત આદતો, વાતાવરણ, વ્યવસાય, સાત્વીક અને પૌષ્ટિક આહાર વગેરે પર આધારિત હોઇને તેને અગત્યતા આપવી જરૂરી છે. આજની પેઢી પોષણયુક્ત સાત્વિક આહાર ત્યજીને વિદેશી વાનગીઅોના વમળમાં ફસાઇ છે. આ વાનગીઅો શરીરને જાઇતું પોષણ પુરૂં પાડે છે કે કેમ એ એક યક્ષ ­શ્ન છે. આ ઉપરાંત પડીકી અને ગુટખાની લત લોકોને ભયંકર બિમારીના ચકડોળે ચડાવી મોતના મુખમાં ધકેલી દે છે જેને માટે દવા કે દુવા કારગત નીવડતી નથી. કદાચ હંગામી ધોરણે દવાથી થોડીક રાહત મળવાની સંભાવના નકારી શકાય એમ નથી. પહેલું સુખ તે જાતે નર્યા મુજબ આરોગ્ય­દ જીવન જીવવા સમયની સાથે રહીને આપણે શરીરની તાસીર ­માણે આપણું જીવન રોગ­તિકારક અને સ્વાસ્થ્યમય બની રહે તેવો સંકલ્પ કરવો જાઇએ.
સૌના જીવન સાથે સંલગન્ એવી ત્રીજી બાબત છે પર્યાવરણ- જેને ­દુષિત કરવામાં માનવજાતનો સૌથી મોટો ફાળો છે. પર્યાવરણીય ફેરફારોને કારણે આપણે કુદરતી આફતોનો ભોગ બનીએ છીએ અને અગણિત દુવિધાઅોનો સામનો કરીએ છીએ એવું જાણવા છતાં આપણે તેને નિવારવાની તકલીફ લેતા નથી. વાતાવરણમાં વધી રહેલા વિવિધ ­કારના ­દુષણને કારણે પર્યાવરણીય સંતુલનમાં થઇ રહેલા પરિવર્તનને લીધે આપણે અણધારી દુર્ઘટનાઅોમાં ફસાઇ ખોટી રીતે હેરાન થઇએ છીએ. આપણા સ્વાર્થને પોષવા આપણે કુદરતી સ્ત્રોતોનો બેફામ દુરઉપયોગ કરી આપણી જાતને વધુ દુઃખી કરીએ છીએ.
કોઇપણ કાર્ય પૂર્ણ કરવા આપણે સક્ષમ છીએ. જરૂરત છે સઘન ­યત્નો અને પુરૂષર્થની. આવો આપણે સૌ સાથે મળીને સૌના હિતમાં સલામતી, સ્વાસ્થ્ય અને પર્યાવરણીય ­વૃત્તિઅોને અવરોધરૂપ થતી કાર્યવાહીને નિર્મૂળ કરવા માટે લોકચેતના જગાડવાનો સંનિષ્ઠ ­યાસ કરીએ.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY