મુંબઈ,તા.૨
સલમાન ખાન અને કેટરિના કૈફ સ્ટારર ફિલ્મ ‘ભારત’માં વરુણ ધવન કેમિયો રોલ કરતો જાવા મળશે. જા કે હજુ સુધી આ અંગે કોઇ સત્તાવાર પુષ્ટિ થઇ નથી. આ ફિલ્મનું બીજુ શિડ્યુલ હાલ અબધાબીમાં શુટ કરવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ફિલ્મ સર્જક અલી અબ્બાસ ઝફરની આગામી ફિલ્મ ભારતમાં પ્રથમ પંક્તિનો અભિનેતા વરુણ ધવન એક કેમિયો રોલ કરશે એવી માહિતી મળી હતી. આ ફિલ્મમાં મુખ્ય રોલ સુપર સ્ટાર સલમાન ખાન અને કેટરિના કૈફ કરી રહ્યાં છે. અલી અબ્બાસ ઝફર સાથે સલમાનની આ ત્રીજી ફિલ્મ હશે.
યશ રાજની સુલ્તાન અને ખુદ સલમાન ખાનના બેનર તળે બનેલી ટાઇગર જિંદા હૈ પછી આ ત્રીજી ફિલ્મ બંને સાથે કરી રહ્યા છે. સલમાન આ ફિલ્મમાં પંદર સોળ વર્ષની કિશોરથી માંડીને ૭૫ વર્ષના વૃદ્ધ તરીકે દેખાશે. એ સર્કસના એક ખેલાડી તરીકેનો રોલ કરી રહ્યો છે. મળેલી માહિતી મુજબ આ ફિલ્મમાં પહેલીવાર સલમાન દેશભક્ત તરીકે રજૂ થશે.
એની બહેનના રોલમાં બાગી ટુ ફેમ દિશા પટની ચમકી રહી છે. એ સર્કસ ટેપેસ્ટ્રી કરતી યુવતીના રોલમાં છે અને એ સલમાનની બહેન તરીકે રજૂ થશે. આ દિશામાં લેટેસ્ટ માહિતી એેવી છે કે અલી અબ્બાસ વરુણને એક કેમિયો રોલ માટે લેવા માગે છે. સલમાન ખાનની ૧૯૯૭-૯૮ની હિટ ફિલ્મ જુડવાની રિમેકમાં વરુણે કરેલો અભિનય અલી અબ્બાસને ગમી ગયો હતો. આ ફિલ્મે બોક્સ આૅફિસ પર રીતસર ટંકશાળ પાડી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




