મુંબઈ/ન્યૂયોર્ક,તા.૨
સિનિયર અભિનેતા અનુપમ ખેરે કહ્યું હતું કે અમેરિકામાં કેન્સરની સારવાર લઇ રહેલી અભિનેત્રી સોનાલી બેન્દ્રે બહલની આસપાસ પોઝિટિવ વાતાવરણ રહે એવા પ્રયાસો હું કરી રહ્યો છું.
હાલ આમ્સ્ટરડેમમાં પોતાના નવા અમેરિકી ટીવી શોનું શૂટિંગ કરી રહેલા અનુપમે કહ્યું કે હું સતત સોનાલી સાથે વાત કરતો હોઉં છું, એને મળતો રહું છું અને એની આસપાસ પોઝિટિવ વાતાવરણ રહે એવા પ્રયાસો કરતો રહું છું.
અનુપમ પોતે જબરદસ્ત પોઝિટિવ પર્સન છે. એણે એનીથીંગ કેન હેપન નામે પોઝિટિવ વિચારધારા રજૂ કરતા વન મેન શોના હજારેક સ્ટેજ શો કર્યા છે.
‘સોનાલીને ખબર છે કે હું છેલ્લા ચાર પાંચ મહિનાતી ન્યૂયોર્કમાં છું એટલે અમે સતત વાતો કરીએ છીએ. હું શૂટિંગ પતાવીને ફ્રી થાઉં ત્યારે સમય કાઢીને એને મળવા જાઉં છું અને એની આસપાસ પોઝિટિવ વાતાવરણ રહે એવા મારા પ્રયાસો હોય છે. એ ઝડપભેર સાજી થઇ રહી છે.
હું એને કહેતો રહું છું કે મારો ભરોસો નથી કે હું પાછો ઝડપભેર ઘરે જઇશ કે નહીં જાઉં પરંતુ તારે ઝડપભેર ઘરે પાછા જવાનું છે. તારા પરિવારને તારી ખૂબ જરૃર છે’ એમ અનુપમે કહ્યું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




