મને તનુશ્રીની વાતમાં સહેજ પણ શંકા લાગતી નથી : તાપસી પન્નૂ

0
11

મુંબઈ,તા.૨
તાપસીને કહ્યું હતું કે, ‘મને લાગે છે કે, ફક્ત એક ટ્‌વીટથી હું જસ્ટિફાય નહીં કરી શકું કે, હું આ મામલે શું ફીલ કરી રહી છું. એટલા માટે જ મેં ટ્‌વીટ નહોતું કર્યું. આ મામલે આખરે તનુશ્રી શા માટે વર્ષો સુધી ચૂપ રહી એ સવાલ કરવામાં આવી રહ્યો છે ત્યારે એના જવાબમાં તાપસીએ કહ્યું હતું કે, ‘હું આ સવાલ પૂછનારાઓને નહીં કહું કે, આખરે શા માટે તે આટલાં વર્ષ સુધી ચૂપ રહી હતી અને હવે શા માટે આ મુદ્દો ઉઠાવી રહી છે. મેં જેટલું પણ વાચ્યું છે એના પરથી મને એમ લાગે છે કે, તેમણે પહેલાં પણ અવાજ ઉઠાવ્યો હતો, પરંતુ એ સમયે તેમનો અવાજ દબાવી દેવામાં આવ્યો હતો.
તાપસીએ વધુ કહ્યું હતું કે, ‘તનુશ્રી હવે પાછી ફરી છે અને હું તેમના ઇરાદા પર શંકા કરવા માગતી નથી. એ બધું બન્યું હતું અને એના પુરાવા પણ હાજર છે. એ વાતથી કોઈ ફરક પડતો નથી કે, તેમણે દસ વર્ષ કે ૪૦ વર્ષ પછી તેમનો અવાજ ઉઠાવવાનો નિર્ણય કર્યો છે. આ વિવાદને પબ્લિસિટી સ્ટન્ટ ગણાવનારા લોકો માટે તાપસીએ કહ્યું હતું કે, ‘તે હજી આપણી સમક્ષ છે અને તમામ સવાલોનો સામનો કરી રહી છે. મને સમજાતું નથી કે, આખરે શા માટે કોઈ મહિલા પોતાની જાતને અને પોતાના પરિવારને એ દુઃખદ સ્થિતિમાંથી પસાર થવા દે. આ કોઈ મજાકમસ્તી નથી. એટલા માટે મને તેમની વાતમાં સહેજ પણ શંકા લાગતી નથી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY