મુંબઈ,તા.૨૭
‘બિગ બાસ’નાં ઘરમાં વાઇલ્ડ કાર્ડથી એન્ટ્રી કરનારા ટીવી એક્ટર રોહિત સુચાંતીને લઇને સલમાન ખાન આજે ‘વીકેન્ડ કા વાર’માં શ્રીસંતને ફટકાર લગાવશે. શ્રીસંતે રોહીત પર સમલૈંગિકતાને લઇને કામેન્ટ કરી હતી અને એકટિંગ પણ કરીને બતાવી હતી. આવામાં આ ‘વીકેન્ડ કા વાર’માં સલમાન ખાન શ્રીસંતને ઘરનો ખલનાયક ગણાવીને ફટકાર લગાવશે. ઉલ્લેખનીય છે કે વૂટની એક વિડીયો પ્રમાણે ‘વીકેન્ડ કા વાર’માં સલમાન ખાન ઘરવાળાઓને કોઇ એક સભ્યનું નામ પુછશે જે ઘરમાં સૌથી મોટો ખલનાયક છે.
આનાં જવાબમાં ઘરનાં સભ્યોએ દીપકનું નામ લીધુ, પરંતુ સલમાને શ્રીસંતને ઘરનો સૌથી મોટો ખલનાયક માન્યો. ત્યારબાદ ઘરનાં લોકો એક-એક કરીને શ્રીસંત પર આરોપ લગાવે છે. દીપકે જણાવ્યું કે શ્રીસંતે તેને રોડ પરથી પૈસા ઉઠાવનાર કહ્યું, એટલું જ નહીં, પરંતુ માઇક પર હાથ રાખીને ગાળ પણ બોલી હતી. આનાં વિશે શ્રીસંતને સલમાને પુછ્યું કે તેને શાનો ઘમંડ છે?
સલમાનનાં પ્રશ્નનો જવાબ આપતા શ્રીસંત કહે છે કે આ તેનો એટિટ્યૂડ છે. તો શામાં એક વિડીયો પણ બતાવવામાં આવ્યો છે જેમાં શ્રીસંતે વાઇલ્ડ કાર્ડથી એન્ટ્રી કરનાર રોહિત સુચાંતીને લઇને હામોફોબિક કમેન્ટ કરી. આને લઇને પણ સલમાને શ્રીસંતને ખખડાવ્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




