સુરત, તા.૫
રાજ્યસભા સાંસદ અહમદભાઈ પટેલે રમઝાન ઈદની શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે રમઝાનના પૂરા મહિના દરમ્યાન રાખવામાં આવેલ રોઝા ઈબાદત અલ્લાહતઆલા કબૂલ ફરમાવે અને ખુશીના આ પવે૪ દરમ્યાન ભાઈચારાની ભાવના વધુ પ્રબળ બને તે માટે દુઆ ગુજારી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે માનવીય મૂલ્યોની જતનમાં ધર્મ પરત્વેની આસ્થા મહત્ત્વનો ભાગ ભજવે છે. ïપ્રત્યેક મઝહબ-ધર્મ, પ્રેમ, ભાઈચારા અને સહિષ્ણુતાના પાઠ સમજાવે છે. ભારતીય સંસ્કૃતિ ભ્રાતૃભાવની ભાવનાને ઉજાગર કરે છે. સમાજમાં દરેક કોમ વચ્ચે ભાઈચારા અને કોમી એકતાની ભાવના બળવતર બની રહે અને સમુચિત રાષ્ટ્રના વિકાસમાં એ ભાવના સંગઠિત બને તેવી ઈદના શુભપર્વ નિમિત્તે સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



