મુંબઈ,તા.૨૭
આરબીઆઈના ડેપ્યુટી ગર્વનર વિરલ આચાર્યએ શુક્રવારે મધ્યસ્થ બેન્કની સ્વતંત્રતા અને ઓછો અધિકારોને લઈને સરકાર પર કટાક્ષ કર્યો અને કેટલાક સવાલો પણ ઉઠાવ્યા હતા. આચાર્યએ જણાવ્યું કે સરકાર ચૂંટણી જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ટી-૨૦ મેચ જેવા વિચારો સાથે નિર્ણયો લે છે, જ્યારે આરબીઆઈ ટેસ્ટ મેચ રમે છે. તેમનો ઈરાદો હંમેશા જીત મેળવવાનો રહે છે, પરંતુ ભવિષ્યના પડકારોને પણ ધ્યાનમાં રાખવા પડે છે.
આરબીઆઈના ડેપ્યુટી ગર્વનર આચાર્યએ વધુમાં જણાવ્યું કે અર્થવ્યવસ્થાને સુધારવા માટે રિઝર્વ બેન્કને વધુ સ્વતંત્રતા આપવાની જરૂર છે. જે સરકાર મધ્યસ્થ બેન્કની સ્વાયત્તાનું સન્માન નથી કરતી, તેને આર્થિક મોરચે નુકસાની સહન કરવી પડે છે. આવુ કરવું કોઈપણ સરકાર માટે સેલ્ફ ગોલ કરવા જેવું પુરવાર થાય છે.
આચાર્યએ જણાવ્યું હતું કે આરબીઆઈ ટૂંકા ગાળાના લાભની અવગણના કરે છે કારણ કે લાંબા ગાળામાં સારા પરિણામો મેળવી શકાય અને નાણાકીય સ્થિરતા જળવાઈ રહે. આરબીઆઈના ડેપ્યુટી ગર્વનરે વધુમાં ઉમેર્યું હતું કે સરકારના ચંચૂપાતથી આરબીઆઈનું કામ પ્રભાવિત થાય છે. તેમણે કેન્દ્રીય બેન્કથી અલગ પેમેન્ટ રેગ્યુલેટર નિયુક્ત કરવાના સરકારના પ્રયારો પર પણ નિશાન સાધ્યું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




