સૈફ-કરીનાનો તૈમૂરનો ફાટો કેપ્ચર ના કરવાનો મીડિયાને અનુરોધ

0
13

મુંબઈ,તા.૨૭
બોલીવુડ એક્ટર સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાને પોતાના લાડલા દીકરા તૈમૂર અલી ખાનને લઇને એક મોટો નિર્ણય લીધો છે. તૈમૂર અલી ખાનનાં ચાહકો માટે આ સમાચાર નીરાશાજનક છે. તૈમૂર અલી ખાનનાં માતા-પિતાએ પોતાના નિર્ણયથી સૌને ચોંકાવી દીધા છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર સૈફ અલી ખાન અને કરીના કપૂરે એ નક્કી કર્યું છે કે મીડિયા હવે તૈમૂરને કેમેરામાં કેદ નહીં કરી શકે.
કરીના અને સૈફ અલી ખાને હાલમાં જ મીડિયાને અનુરોધ કર્યો છે કે તેઓ તૈમૂરનો ફાટો કેપ્ચર ના કરે અને સાથે જ તેને વાયરલ કરવાની પણ ના કહી છે. આ નિર્ણયનાં પાછળનું કારણ જાણીને તમે ચોંકી જશો. સૈફનું માનવું છે કે તૈમૂર હવે મોટો થઈ ગયો છે. બીજા બાળકોની માફક તે પણ પોતાની સંસ્કૃતિ સમજે એ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સૈફ ઇચ્છે છે કે તૈમૂર પણ બહારની ચીજાને એન્જાય કરે એ માટે તેનું કેમેરાથી દૂર રહેવું જરૂરી છે.
સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાને કહ્યું, “અમે ઇચ્છીએ છીએ કે તૈમૂર અલી ખાન બાકી બાળકોની માફક જ મોટો થાય. આ માટે તમે તૈમૂરનો ફાટો લેવા ઘરની બહાર પણ ના ઉભા રહો અને ના ફાટો લો.” તૈમૂર આ વર્ષે ડિસેમ્બરમાં ૨ વર્ષનો થઈ જશે. આવામાં ફેન્સને તેની બર્થડે પાર્ટી જાવાની તમન્ના કદાચ જ પૂર્ણ થાય.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY