મુંબઈ,તા.૨૦
ફિલ્મ નિર્માતા આદિત્ય રોય કપૂરે કહ્યુ હતું કે અમારી સેલ્યુટ ફિલ્મ ટૂંક સમયમાં ફ્લોર પર જવાની શક્યતા છે. ભારતના પ્રથમ અવકાશ યાત્રી રાકેશ શર્માની આ બાયો ફિલ્મ છે જેમાં શાહરુખ ખાન મુખ્ય રોલ કરવાનો છે.
મૂળ આ રોલ પહેલાં આમિર ખાનને આૅફર કરાયો હતો પરંતુ આમિર યશ રાજની ઠગ્સ આૅફ હિન્દુસ્તાન ફિલ્મના કામમાં બીઝી હતો એટલે સળંગ તારીખો ફાળવી શકે એમ નહોતો અને એને સેલ્યુટની સ્ક્રીપ્ટમાં પણ થોડાક ફેરફાર કરવા જાઇએ એમ લાગતું હતું. એટલે એણે ફિલ્મ છોડી દીધી હતી અને શાહરુખ ખાનનું નામ સૂચવ્યું હતું.
શાહરુખે ફિલ્મ સ્વીકારતાં પહેલાં એવી શરત મૂકી હતી કે આમિરે આ રોલ માટે જે રિસર્ચ કર્યું હોય એ શાહરુખને આપી દેવું જેથી શાહરુખનું કામ થોડું સરળ થાય.
શાહરુખે એવી પણ શરત મૂકી હતી કે હાલ હું આનંદ એલ રાયની ઝીરો ફિલ્મ કરી રહ્યો છું. એ પૂરી થાય ત્યારબાદ હું નવી ફિલ્મ શરૃ કરીશ. ઝીરો ફિલ્મ શાહરુખના પોતાના બેનર તળે બની રહી છે.
સેલ્યુટનું ડાયરેક્શન મહેશ મથાઇ કરવાના છે. આદિત્ય રોય કપૂરે કહ્યું હતું કે બાયો-ફિલ્મ હોય કે બીજી કોઇ મસાલા ફિલ્મ હોય, ફિલ્મ બનાવવાનું કામ સરળ નથી. એમાં ઘણાં પરિબળો મહત્વ ભાગ ભજવે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


