સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં તાપમાન ૪૦ ડીગ્રી નજીક
સુરત, તા.૨૫
આગામી બે દિવસ દરમ્યાન સમગ્ર રાજ્યમાં આકરો તાપ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હિટવેવની સ્થિતિમાં તાપમાનનો પારો ૪૦ થી ૪૪ ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતા છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકતમ તાપમાન ૩૯.૬ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ૨૩.૨ ડીગ્રી નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૪૧ ટકા તેમજ હવાનું દબાણ ૧૦૧૪ મિલીબાર નોîધાયું છે. શહેરમાં ઉત્તર પૂર્વ દિશાથી કલાકના ૪ કિલોમીટરની ઝડપે ગરમ પવન ફુંકાઈ રહ્ના છે. નવસારીમાં આજે અધિકતમ તાપમાન ૩૯ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ૧૭.૮ ડીગ્રી નોંધાયું છે. વલસાડમાં અધિકતમ તાપમાન ૩૯.૯ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ૨૦.૧ ડીગ્રી નોંધાયું છે.
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ૪૦ ડીગ્રીની આસપાસ ગરમીનો પારો નોંધાયો છે. આગામી બે દિવસ દરમ્યાન રાજ્યમાં હિટવેવની સ્થિતિ સર્જાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હાલ ૪૦ ડીગ્રી તાપમાનમાં બે થી ચાર ડીગ્રી સુધી વધારો થાય તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં આજે તાપમાનનો પારો ૪૦ ડીગ્રીની આસપાસ રહે તેવી શક્યતા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





