ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરનાર ઉત્તરાખંડ પ્રથમ રાજ્ય બન્યું

0
10

દહેરાદૂન,તા.૨૦
ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત કરનારો કરનાર ઉત્તરાખંડ દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે. વિધાનસભામાં આ બિલ પાસ કરાયું છે અને કેન્દ્રની મંજૂરી માટે મોકલવામાં આવ્યું છે. ઉત્તરાખંડનાં પશુપાલન મંત્રી રેખા આર્યએ ઉત્તરાખંડ વિધાનસભામાં બિલ રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આપણે બધા જ (વિપક્ષ અને સરકાર) ગાયનું મહત્વ જાણીએ છીએ. માત્ર ભારતમાં જ નહી વિદેશમાં પણ તેનો સમ્માન કરાય છે.
તેમણે જણાવ્યું કે, ધાર્મિક ગ્રંથોમાં પણ, આપણને ગાયનો ઉલ્લેખ મળી આવે છે અને કહેવામાં આવે છે કે, તેના શરીરમાં ૩૩ કરોડ દેવતાઓ અને દેવીઓના વાસ હોય છે. તેમનું કહેવું છે કે, જા ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે છે તો તેની સુરક્ષા માટે યોગ્ય પગલા ભરાશે અને ગૌ-હત્યાને રોકી શકાશે.
જાકે ઉત્તરાખંડમાં વિપક્ષી નેતા ઇન્દિરા હ્રદયેશે જણાવ્યું કે, અમે બધા જ ગાયનું સમ્માન કરીએ છીએ પરંતુ મને નથી સમજાતું કે, ભાજપ ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત કરીને શું સાબિત કરવા માંગે છે. પ્રદેશમાં ગૌશાળાની સ્થિતી ખરાબ છે અને વૃદ્ધ ગાયોને લોકો તરછોડી દે છે. પ્રદેશમાં પશુચિકિત્સકોની પણ અછત છે.
તેમણે જણાવ્યું કે, પ્રસ્તાવ લાવનારા ભાજપે આ સુનિશ્ચીત કરવું જાઇએ કે, કોઇપણ વાછરડાની હત્યા થાય નહી, ગાયોને યોગ્ય ભોજન મળે, ગૌશાળાની સ્થિતી સારી રહે અને વૃદ્ધ પશુઓ માટે યોગ્ય પ્રબંધ કરવામાં આવે. ભાજપ કોંગ્રેસ અને અપક્ષ ધારાસભ્યોના વિચાર સાંભળ્યા બાદ વિધાનસભાના સ્પીકર પ્રેમ ચંદ અગ્રવાલે વોટિંગના આધાર પર પ્રસ્તાવને પસાર કર્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY