રાજપીપળામાં મામૂલી વરસાદમાં પણ સંતોષ ચાર રસ્તા પાસે મોટા ભુવા જોખમરૂપ

0
489

છેલ્લા દસેક વર્ષ થી કાળા ઘોડાથી જકાતનાકા જતો માર્ગ પ્રથમ વરસાદ માંજ ધોવાઈ જાય છે છતાં આ માર્ગ સી સી નહિ બનાવતા વાહનચાલકો ને મુશ્કેલી

માર્ગગ અને મકાન વિભાગ દ્વારા દર વર્ષે ડામર પાથરી રિકાર્પેટિંગ કરાય છે ત્યારે એ ફક્ત પૈસાનો બગાડ છે,અને આ માર્ગ પર થી મંત્રીઓ કે જિલ્લા્લા ના ઉચ્ચ અધિકારીઓ ના વાહનો પણ પસાર થાય છે છતાં કેમ આંખ આડા કાં કરાય છે…?!

રાજપીપળા: રાજપીપળા શહેર માં પાલિકા ની હદ માં આવેલા લઘભગ બધા માર્ગો હાલ ટનાટન બન્યા છે પરંતુ માર્ગ અને મકાન વિભાગ ની had આ આવતા કેટલાક માર્ગ દર વર્ષની જેમ આ ચોમાસા ની શરૂઆત માંજ ધોવાઈ જતા રાહદારીઓ અને વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે

રાજપીપળામાં દર વર્ષે સંતોષ ચાર રસ્તા પાસેના માર્ગ પર વરસાદ પડતાજ મોટા ખાડા પડી જતા ખાડા માં પાણી ભરાય છે જેના કારણે રોજિંદા વાહન ચાલકો ખાડા માં પટકાઈ છે અને તંત્ર ની લાપરવાહીના કારણે અકસ્માત થતા લોકો ઇજા પામે છે છતાં વર્ષો થી આ સમસ્યા નું કોઈ કાયમી નિરાકરણ થતું નથી ત્યારે જકાતનાકા થી કાળા ઘોડા સુધીનો એકાદ કિલોમીટર અંતર નો માર્ગ જો ડામર ની જગ્યા એ સી સી બનાવાય તો આ કાયમી તકલીફ નો અંત આવે એમ છે ત્યારે માર્ગ મકાન વિભાગ ના અધિકારીઓ આ માર્ગ ની તકલીફ ક્યારે દૂર કરશે એ જોવું રહ્યું

બૉક્ષ:જોકે આ માટે રાજપીપળા માર્ગ મકાન વિભાગ ના ઈજનેર ડી એ પાડવી એ જણાવ્યું કે આ બાબતે દરખાસ્ત મુકાઈ છે અને રજુઆત પણ કરી છે તો ટૂંક સમય માં આ આખો માર્ગ સી સી બનશે ત્યારબાદ સમસ્યા નો કાયમી ઉકેલ આવી જશે

ચીફ રીપોર્ટેર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY