શરદ પવારે મોદી સરકારને સમર્થન આપતા તારિક અનવર અસંતુષ્ટ હતા કટિહારથી સાંસદ તારિક અનવરે એનસીપીમાંથી રાજીનામુ આપ્યુ

0
12

પટણા,તા.૨૮
બિહારના કટિહારથી સાંસદ તારિક અનવરે લોકસભા અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામુ આપ્યું છે. હાલમાં ચગેલા રાફેલ મામલે એનસીપીના ચીફ શરદ પવારે મોદી સરકારને સમર્થન આપતા તારિક અનવર અસંતુષ્ટ હતા. જેના લીધે તેમણે એનસીપીથી છેડો ફાડ્યો હતો.
સમગ્ર મામલાની શરૂઆત ત્યારે થઇ હતી જ્યારે એનસીપી પ્રમુખ શરદ પવારે રાફેલ મામલે મોદી સરકારના સમર્થનમાં નિવેદન આપ્યું હતું કે પ્રજાને વડાપ્રધાનના ઇરાદાઓ પર કોઇ શક નથી અને વિમાન સંબંધી ટેકનિકલ માહિતીને જાહેર કરવાની વિપક્ષી દળોની માંગણી પાયા વગરની છે. તેમણે એ પણ જણાવ્યું હતું કે વિમાનની કિંમત અંગે ખુલાસો કરવામાં સરકારને કોઇ નુકસાન નથી.
બીજી તરફ એનપીસી પ્રવક્તા નવાબ મલિકે પવારના નિવેદનને ભ્રમિત કરનાર અને ગેરમાર્ગે દોરી જતું ગણાવ્યું હતું. મલિકે વિપક્ષ પાર્ટીની માંગણીને સમર્થન આપતા કેન્દ્ર સરકાર પાસે યુદ્ધ વિમાનોની કિંમતનો ખુલાસો માંગ્યો હતો અને રાફેલ મામલે સંયુક્ત સંસદ સમિતિ દ્વારા તપાસની માંગણી કરી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY