આઠ અબજ ડોલરના ખર્ચે સાત વર્ષમાં બ્રિજ તૈયાર થઈ ગયો ચીનના દરિયામાં સૌથી લાંબો ૫૫ કિમીનો બ્રિજ બનીને તૈયાર

0
27

બીજિંગ,તા.૨૮
ભારતમાં કોઈ પણ યોજના વાદ વિવાદ અને આક્ષેપો પ્રતિ આક્ષેપો અને ભ્રષ્ટાચારના કારણે અટવાઈ જતી હોય છે અથવા તો લંબાઈ જતી હોય છે. બીજી તરફ ભારતનો પાડોશી દેશ એવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેકટને ટુંક સમયમાં પુરા કરી દે છે.
જેમ કે ચીને દરિયામાં વિશ્વના સૌથી લાંબા પુલનુ બાંધકામ પુરુ પણ કરી દીધુ છે. ૫૫ કિલોમીટર લાંબા હોંગ કોંગ અને મકાઉ વચ્ચેના બ્રીજ પર ૨૦૧૧માં કામ શરુ થયુ હતુ. ૮ અબજ ડોલરના ખર્ચે સાત વર્ષમાં બ્રીજ તૈયાર પણ થઈ ગયો છે. બહુ જલ્દી તેના પર ટ્રાયલ રન શરુ થશે.
આ બ્રિજ એન્જિનિયરિંગ બહેરત ઉદાહરણ છે. જેમાં કેબલ બ્રિટ, અંડર સી ટનલ આર્ટિફિશિયલ આઈલેન્ડ પણ બનાવવામાં આવ્યા છે. ટ્રાયલના ભાગરુપે મકાઉ અને હોંગ કોંગ પોતાના ૪૦ વાહનો બ્રિજ પર દોડાવશે. ત્રણ દિવસ ટ્રાયલ રન ચાલશે .બધુ બરાબર રહ્યુ તો આવતા મહિનાથી પુલને વાહન વ્યવહાર માટે ખોલવામાં આવશે.
આ પુલ થકી હોંગ કોંગ, મકાઉની સાથે ચીનના મેન્યુફેક્ચરિંગ હબ કહેવાતા જૂહાઈને પણ જાડવામાં આવ્યુ છે. જુહાઈ ગુઆંગડોંગ પ્રાંતમાં આવેલુ છે. જ્યાં શેનજેન શહેર પણ છે.જે હાર્ડવેરનુ સિલિકોન વેલી પણ કહેવામાં આવે છે.
જાકે ભારતની જેમ આ પ્રોજેક્ટને પણ ભ્રષ્ટાચારનુ અને અકસ્માતોનુ ગ્રહણ તો લાગ્યુ જ છે. ભ્રષ્ટચારની તપાસ અને બજેટથી વધારે ખર્ચના કારણે આ બ્રિજનુ કામ ૨૦૧૬ની જગ્યાએ ૨૦૧૮માં પુરુ થયુ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY