મિલાપ ઝવેરીની ‘મરજાવન’ ફિલ્મનાં શ્રી ગણેશ..!!

0
16

મુંબઈ,તા.૮
અભિનેતા ફિલ્મ સર્જક જ્હાન અબ્રાહમ અને મનોજ બાજપેયીને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી હિટ ફિલ્મ સત્યમેવ જયતે આપ્યા બાદ હવે મિલાપ ઝવેરી મરજાવન નામની ફિલ્મની તૈયારી કરી રહ્યા છે જેનું મુહૂર્ત શુક્રવારે કરાયું હતું.
ટી સિરિઝના ભૂષણ કુમાર અને એમી એન્ટરટેઇનમેન્ટની મોનીષા અડવાણી, મધુ ભોજવાની અને નિખિલ અડવાણી આ ફિલ્મના સહનિર્માતા છે. આ ફિલ્મનો મુહુર્ત શોટ શુક્રવારે તમામ નિર્માતાઓ અને નિર્દેશકની હાજરીમાં લેવાયો હતો. સિદ્ધાર્થ મલ્હોત્રાએ આ શોટ આપ્યો હતો. સિદ્ધાર્થ ઉપરાંત આ ફિલ્મમાં રિતેશ દેશમુખ ચમકી રહ્યો છે. જા કે શુક્રવારે રિતેશ હાજર નહોતો. એ થોડા દિવસ પછી પોતાનું શૂટિંગ શરૃ કરવાનો છે. આ બંને ઉપરાંત તારા સૂતરિયા, રકુલ અને પ્રીત સિંઘ આ ફિલ્મમાં ચમકી રહ્યાં છે.
આ ફિલ્મમાં સિદ્ધાર્થ એક્શન હીરો તરીકે ચમકી રહ્યો છે અને એણે પોતાના હાથની આંગળીઓમાં આ ફિલ્મ માટે ખાસ ટેટુ ચીતરાવ્યા છે. આ ફિલ્મ ૨૦૧૯ના ઓક્ટોબરની બીજીએ રજૂ કરવાની એના સર્જકોની યોજના છે.
આ ટેટુમાં એક સંદેશો પણ છૂપાયેલો છે. એ જુદી જુદી કોમનું પ્રતિનિધિત્વ કરે છે. ફિલ્મની ટેગલાઇન આ પ્રકારની છે-‘ઇશ્ક ઔર ઇન્તકામ કા કોઇ મજહબ નહીં હોતા…કોઇ એક રબ નહીં…

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY