પટના,તા.૧૯
લોકસભા ચૂંટણી પહેલા બિહાર સ્વાસ્થ્ય વિભાગ બિહાર ટેÂક્નકલ કમીશન મારફતે ૩૧૦૦ ડોક્ટરોની નિમણૂક કરી રહ્યુ્ં છે. ચોંકાવનારી વાત એ છે કે, આ તમામ નિમણૂક કોઇપણ લેખિત પરીક્ષા કે ઇન્ટરવ્યૂ વગર થશે. આ વખતે નિમણૂક ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશમાં પ્રાપ્ત પરિણામ મુજબ થશે. આ તમામ પ્રક્રિયા આગામી ત્રણ મહિનામાં સમાપ્ત થઇ જશે.
પ્રાપ્ત માહિતી મુજબ, સરકારની નિમણૂક પ્રક્રિયા પર પ્રશ્નો ઉભા થયા છે. જણાવવામાં આવી રહ્યુ્ં છે કે, લેખિત પરીક્ષા કે ઇન્ટરવ્યૂ વગર નિમણૂક કેવી રીતે સંભવ છે. શું આવું કરીને સરકાર દ્વારા ડોક્ટરોની ગુણવત્તા અને ક્ષમતાની સાથે સમાધાન કરાઇ રહ્યુ્ં છે.
સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડેએ ગુરુવારે જણાવ્યું હતું કે, નીટની પરીક્ષાથી લઇને ડોક્ટર સાડા ચાર વર્ષ સુધી મેડિકલનો એક વિદ્યાર્થી ઓછામાં ઓછી ૯ પરીક્ષાઓ પાસ કરે છે. શું આટલું પૂરતું નથી? બિહાર સ્વાસ્થ્ય સેવા સંઘના જનરલ સેક્રેટરી, ડૉ રંજીત કુમારે દાવો કર્યો છે કે, રાજ્યમાં ડોક્ટરોની ૭૦ ટકા અછત છે. આ જ કારણ છે કે, સરકારે આ નિર્ણય લેવો પડ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



