ઈન્ડોનેશિયામાં ગુમ વિમાનનો કાટમાળ મળ્યો,આઠના મોત

0
12

જકાર્તા,તા.૧૨
ઇન્ડોનેશિયાના પહાડી વિસ્તારમાં રવિવારે એક વિમાનનો કાટમાળ મળી આવ્યો છે. આ વિમાન શનિવારે ગૂમ થયું હતું. ઘટનામાં ૮ લોકોનાં મોત થયા છે. તેમાં માત્ર ૧૨ વર્ષનો બાળક જ બચ્યો છે.
આ પ્લેન રન-વે પરથી ટેકઓફ તયું તેની ૪૦ મિનિટ બાદથી જ એર ટ્રાફિક કંટ્રોલ (એટીએસ) સાથે વિમાનનો સંપર્ક તૂટી ગયો હતો.
પાપુઆના મિલિટરી સ્પોક્સપર્સન કર્નલ દાક્સ સિયાનતુરીએ જણાવ્યું કે, વિમાનમાં સવાર ૮ લોકોનાં મોત થયા છે અને માત્ર એક બાળક જીવિત મળ્યું છે.
આ દુર્ઘટના કઇ રીતે અને ક્્યા કારણોસર થઇ, તેની હજુ સુધી પુષ્ટી થઇ નથી. ઇન્ડોનેશિયામાં હજારો નાના દ્વિપ છે, જેના ઉપર આવવા-જવા માટે ભારે એર ટ્રાફિક રહે છે. જા કે, ઇન્ડોનેશિયાના વિમાનોમાં સુરક્ષાના પ્રબંધ સામે હંમેશા સવાલ ઉભો થતો રહ્યો છે.
ગયા વર્ષે ઇન્ડોનેશિયામાં અનેક વિમાનો દુર્ઘટનાના શિકાર થઇ ચૂક્્યા છે. જેમાં પાપુઆ આવવા-જવામાં સૌથી વધુ મુશ્કેલીઓ નડે છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY