૨૭ કરોડના હીરા લઇને ફરાર આરોપી મુંબઇમાંથી ઝડપાયો

0
5

કુંભ મેળામાં સાધુના વેશે પણ સંતાયો હતો
મુંબઇ,તા.૧
મુંબઇના ૨૩થી વધુ હીરાના વેપારીઓ પાસેથી આશરે ૨૬ કરોડ, ૯૧ લાખના હીરાની ઠગાઇ કરીને નાસતો ફરતો હીરાદલાલ યતીશ પિચઢિયાને પોલીસે ઝડપી લીધો હતો. હાલમાં ચાલી રહેલા પ્રયાગરાજ ખાતેના કુંભ મેળામા યતીશ સાધુવેષમાં ફરી રહ્યો હતો. મુંબઇ પોલીસને આ વિશે જાણ થતા યતીશ અને તેની ગેન્ગના પાંચ સાગરિતોને દબોચી લેવામાં આવ્યા છે. આ ઠગ ટોળકી પાસેથી કુલ રૂ.૨૧ કરોડના હીરાઓ પણ જપ્ત કરવામાં આવ્યા છે. ડીસીપી અનિલ કુંભારેએ જણાવ્યુ કે આરોપી ૨૩ હીરાના વેપારીઓનો માલ લઇને ભાગ્યો હતો, અને આ સંબધિત ફરિયાદ ૧૧ ડિસેમ્બર,૨૦૧૮માં યતીશ સામે મુંબઇમાં કરવામા આવી હતી.
મુંબઇ પોલીસે યતીશની ધરપકડની વિગતો આપતા જણાવ્યું કે મુખ્ય આરોપી યતીશ પિચઢિયા મુંબઇથી પ્રયાગરાજ પહોંચીને સાધુના કપડામાં છુપાયેલો હતો. પોલીસે એનો પીછો કરતા પહેલા કુંભમેળામાં અને ત્યારબાદ મુંબઇના કલ્યાણ સુધી પહોંચ્યા હતા. જેવો યતીશ ટ્રેનથી નિકળ્યો કે મુંબઇ પોલીસે એને ઝડપી લીધો હતો. પોલીસે યતીશની કડક હાથે પૂછપરછ કરતા તેના અન્ય ૫ સાથીઓની પણ રૂ.૨૧ કરોડ ૩૮ લાખના હીરા સાથે ધરપકડ કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY