શ્રીનગર,તા.૧૦
જમ્મુ-કાશ્મીરમાં LOC પાસે પાકિસ્તાન દ્વારા કરાયેલી ભારે ગોળીબારીમાં બે સેના જવાનો શહીદ થયા છે. પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિરામ ભંગમાં અન્ય બે જવાનો ઘાયલ થયા હતા. આ હુમલો પુંછ જીલ્લાના ગુલપુર સેક્ટરમાં કરવામાં આવ્યો હતો. શહીદ થયેલા બંને જવાનો સેનામાં પોર્ટર હતા.
ઉલ્લેખનીય છે કે, પાંચ ઓગસ્ટના રોજ કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો હટાવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો અને રાજ્યને બે કેન્દ્રશાસિત રાજ્યોમાં વહેંચી દીધું હતું. ભારતના આ નિર્ણય વિરુદ્ધ પાકિસ્તાન દ્વારા ભારે ધમપછાડા કરવામાં આવ્યા હતા, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આ મુદ્દે પાકિસ્તાન કંઇ ખાસ કરી શકવાની ક્ષમતા ન ધરાવતુ હોવાને કારણે એલઓસી પર લાંબા સમયથી સતત યુદ્ધવિરામનો ભંગ કરી રહ્યું છે.
સેનાના જણાવ્યા મુજબ શુક્રવારે આશરે ૧૧ વાગ્યાથી પાકિસ્તાની સેનાઓ પુંછમાં ભારે ગોળીબારી શરુ કરી હતી, આ દરમિયાન પાકિસ્તાની સેનાએ ભારતની સરહદ પર મોર્ટાર પણ છોડવામાં આવ્યા હતા. જોકે ભારતીય સેનાની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનને વધારે નુકસાન પહોંચ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



