ખેડા જિલ્લાના કેરીયર કોર્નર ટીચર્સનો સેમિનાર અને કારકિર્દી આયોજન સપ્તાહ-૨૦૧૮નો શુભારંભ મહેમદાવાદ તાલુકાની એમ.એન.શાહ હાઇસ્કૂલ, માંકવા ખાતેથી નિવાસી અધિક કલેક્ટરશ્રી રમેશ મેરજાએ કરાવ્યો હતો.
ખેડા જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી, જિલ્લા રોજગાર કચેરી અને જિલ્લા માહિતી કચેરી, નડિયાદના સંયુક્ત ઉપક્રમે ખેડા જિલ્લામાં તા.૧૦ થી તા.૧૮ સપ્ટે. દરમ્યાન કારકિર્દી સપ્તાહનું ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. સપ્તાહ દરમિયાન જિલ્લાની વિવિધ શાળાઓમાં નિબંધ, લેખન અને વકૃત્વ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
નિવાસી અધિક કલેક્ટરશ્રી રમેશ મેરજાએ જણાવ્યું હતું કે, નિશ્વિત ધ્યેય સાથે તૈયારી કરવાથી ધ્યેય પ્રાપ્તિનો રસ્તો સરળ બને છે. જો તમે તમારા વિધાર્થી જીવનના મધ્યાહને જ તમારે આગળ જતા કયા ફિલ્ડમાં તમારી કેરીયર બનાવવી છે તે નક્કી કરશો તે તેની તૈયારી માટે પુરતો સમય અને શિક્ષકોનો સહકાર મળી રહેશે. જેથી તમને જરૂરીયાત મુજબની સવલતો સરળતાથી મળશે અને તમે સ્પર્ધાત્મક પરીક્ષામાં સારો અને ખૂબજ સફળતા પૂર્વકનો દેખાવ કરી શકશો.
રોજગાર અધિકારીશ્રી શુક્લએ હાલમાં ચાલી રહેલ રોજગારલક્ષી કાર્યક્રમો અને આગામી સમયમાં ઉભી થનાર જરૂરીયાત મુજબના કોર્ષોની મદદરૂપ થવાની પૂરતી સમજ આપી હતી.
જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના કુ.શ્વેતા પારગીએ જીવનમાં આગળ આવવા માટે વિધાર્થીઓએ શરૂઆતથી જ તૈયારી કરવાની વિવિધ પધ્ધતિઓનું સવિસ્તાર માહિતી આપી હતી.
જિલ્લા માહિતી કચેરીના શ્રી દિવ્યેશ આચાર્યએ વિધાર્થીઓને અભ્યાસની સાથે સાથે સંસ્કાર અને નિયમબધ્ધતા સાથે સમયસર કામગીરી, વિદ્યાભ્યાસ અને શરીર સૌષ્ઠવ ઉપર ભાર મૂકી આત્મવિશ્વાસ સાથે આગળ વધવા જણાવ્યું હતું. શાળાના આચાર્યશ્રી શૈલેષભાઇ રબારીએ શાળાની કેરીયર કોર્નર સાથે જોડાયેલ શિક્ષકોની કાર્યપધ્ધતિ અને તેની રૂપરેખા આપી વિધાર્થીઓએ તેમા ખૂબ રસ લેવા જણાવ્યું હતું. અલ્ટ્રાટ્રેક સિમેન્ટના શ્રી અંબુજ કુમારે વિધાર્થીઓને જે વિષયમાં રસ હોય તેમાં આગળ વધવા જણાવ્યું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી કેયુરભાઇએ કર્યું હતું.
આ કાર્યક્રમમાં સંસ્કાર ભારતી, માંકવાના પ્રમુખશ્રી રમેશભાઇ, ગ્રામ પંચાયતના સરપંચશ્રી પ્રમોદભાઇ અને મંત્રીશ્રી બિહારીભાઇએ પ્રાસંગિક પ્રવચનો આપ્યા હતા.
આ કાર્યક્રમમાં મહેમદાવાદ તાલુકાના કેરીયર કોર્નરના શિક્ષકો, માંકવાના ગ્રામજનો અને વિધાર્થી મિત્રો ઉપસ્થિત રહયા હતા.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




