દેરાણીએ જેઠાણીની પુત્રીને પાણીમાં ઝેર ભેળવી પીવડાવ્યું

0
19

સોમનાથ,તા.૪
સોમનાથના ઉના તાલુકાના ખજુદરા ગામે કૌટુંબિક દેરાણીએ જેઠાણીની અઢીવરસની દીકરીને પાણીમાં ઝેરી પદાર્થ ભેળવીને પીવડાવી દેતા આ બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
આ બનાવ અંગે પાંચીબેન પુનાભાઇ વાંજાએ પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા મુંજબ તેની કૌટુંબિક દેરાણી શાંતુબેન ભાણાભાઇ વાજા રહે ખજુદરા એમના પ્રેમી કોડીનારવાળા અશ્વિન સાથે ફોન ઉપર વાત કરતી હતી.
એ વખતે વાત પાંચીબેન સાંભળી ગયા હતા. આથી આ વાતનો મનમાં ખાર રાખીને શાંતુબેન પાંચીબેનની અઢી વરસની દીકરી જયશ્રીને બોલાવી પાણીના ગ્લાસમાં ઝેરીદવા ભેળવી દઇ મારી નાખવાના ઇરાદે તે પાણી પીવડાવી દેતા બાળકીને ઉલટીઓ થવા લાગી હતી.
આમ તે બેભાન બની ગઇ હતી. આથી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ બાળકીની સ્થિતિ ગંભીર હોવાનું ડોકટર જણાવી રહ્યા છે. આ બાબતે પોલીસે આરોપી શાતુબેનની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY