આલિયા ભટ્ટે નવું મકાન ખરીદ્યું, બનાવશે ફિલ્મ કંપનીની આૅફિસ

0
207

મુંબઈ,તા.૫
મોખરાની અભિનેત્રી આલિયા ભટ્ટે કહ્યું હતું કે મેં નવી પ્રોપર્ટી ખરીદી છે એ વાત સાચી છે પરંતુ એની સાથે મિડિયાએ લખેલી બીજી વાતો નરી ગોસિપ છે.
‘મેં નવી પ્રોપર્ટી ખરીદી એ વાત સાચી પરંતુ એ મકાન મારા હાલના ઘરથી દૂર નથી. વાસ્તવમાં અમે હાલ જે મકાનમાં રહીએ છીએ એજ મકાનમાં મેં એક પ્રોપર્ટી ખરીદી છે. એટલે નવી પ્રોપર્ટીની વાત સાચી પરંતુ એ સિવાયની જે બધી વાતો મિડિયામાં પ્રગટ થઇ છે એ નર્યાં ગપ્પાં છે’ એમ આલિયાએ કહ્યું હતું.
‘હું કદી મારાં માતાપિતા અને બહેનથી દૂર રહેવા જઇ શકું નહીં. આ તો અમારાજ એપાર્ટમેન્ટમાં એક પ્રોપર્ટી મળતી હતી એ મેં ખરીદી લીધી એટલે હું મારા પરિવારની નિકટ છું. ક્યાંય દૂર રહેવા જવાની નથી. હું પરિવારથી દૂર રહેવા જવાનું સપનેય કલ્પી શકતી નથી.
એણે ઉમેર્યું હતું કે મેં મારા ઘરની ઇંટે ઇંટ મારા પસીનાથી બનાવી છે. એનું ફર્નિચર મારી પસંદગીનું છે અને એમાં હું મારી રીતે જીવવાની છું. એનો અર્થ  એવો નથી કે હું મારાં માતાપિતા કે બહેનથી દૂર રહેવા જવાની છું. એજ ઇમારતમાં અમે બધા એકમેકની નિકટ રહેવાના છીએ. વાસ્તવમાં આ પ્રોપર્ટી મારી આૅફિસ છે. હું હવે નિર્માત્રી બની રહી છું. આ નવી પ્રોપર્ટી મારી ફિલ્મ કંપનીની આૅફિસ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY