હળવદના માથક ગામે મહિન્દ્રા કાર માંથી 700 લીટર દેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો,

0
52

એલસીબીની બાતમીના આધારે હળવદના માથક ગામે આવેલા પિન્ટુભાઈ ના મકાનમાં રહેલી મહિન્દ્રા ગાડીમાંથી 700 લીટર દેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી લીધો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર જિલ્લા પોલીસ વડા અને એલસીબી પી.આઈ. વી.બી.જાડેજાએ પ્રોહીબિશનની બદી નાબૂદ કરવાની સૂચના આપતા સ્ટાફના રવિરાજસિંહ ઝાલા અને પેરોલ ફર્લો સ્ક્વોડના સહદેવસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે હળવદના માથક ગામે આવેલ રહેણાક મકાનમાં રહેલી મહિન્દ્રા ગાડીમાંથી 14 પ્લાસ્ટીક ના કટામાં થી 5 લીટર દારૂ ની થેલી 140, કુલ 700 લીટર દેશી દારૂનો જથ્થો કીમત રૂ,14000 તથા એક મોબાઈલ ફોન રૂ2000અને મહિન્દ્રા ગાડી રૂ4 લાખ કુલ મુદામાલ રૂ.4.16 સાથે આરોપી પિન્ટુ અશોકભાઈ કોળી ને ઝડપી લીધો હતો.પોલીસની પૂછપરછમાં આરોપીએ વાંકાનેરના વિરપર ગામની જયશ્રીબેન ભુપતભાઇ પાટડીયાના કહેવાથી આ દેશી દારૂ મંગાવ્યો હોવાની કબૂલાત આપતા આ મહિલા સામે પણ ગુનો નોંધીને આગળ ની કાયવાહી ધરી છે,
મયુર રાવલ હળવદ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY