‘સિમ્બા’માં બાજીરાવ સિંઘમની એન્ટ્રી..!!

0
9

મુંબઈ,તા.૭
રોહિત શેટ્ટીના દિગ્દર્શન હેઠળ બની રહેલી ‘સિમ્બા’માં રણવીર સિંહ સંગ્રામ ભાલેરાવ નામના એક પોલીસ ઇન્સ્પેક્ટની ભૂમિકામાં દેખાશે આ વાત તો જગજાહેર છે. તાજી અને ગરમાગરમ ખબર તો એ છે કે આ ફિલ્મમાં બાજીરાવ સિંઘમ પણ દેખાશે. જી હા, આ મસાલા ફિલ્મમાં અજય દેવગણ પણ બાજીરાવ સિંઘમનું પાત્ર ભજવતો જાવા મળશે. રોહિત રણવીર અને અજયને પહેલી વાર મોટા પડદે સાથે લાવી રહ્યો છે.
જાકે, અજયનો રોલ ખૂબ જ નાનો હશે પણ દમદાર હશે એવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. તમને તો ખબર છે કે અજય દેવગણ અને રોહિત શેટ્ટી ગાઢ મિત્રો છે અને રણવીર પહેલી વાર રોહિત સાથે કામ કરી રહ્યો છે. અજયને આ ફિલ્મમાં લાવવાનું કારણ તો રોહિત અને તેના વચ્ચેની મિત્રતા જ છે. સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન રણવીરની હીરોઇનની ભૂમિકા ભજવતી જાવા મળશે. તેથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ભરપૂર મનોરંજન અને મસાલા ફિલ્મ ‘સિમ્બા’ બ્લાકબસ્ટર સાબિત થશે. હવે જાવું રહ્યું કે ૨૮મી ડિસેમ્બરે આ ફિલ્મ બાક્સઓફિસ પર કેવો કમાલ દેખાડે છે. તમને જણાવી દઇએ કે ‘સિમ્બા’ એ સાઉથની ‘ટેમ્પર’ની રિમેક છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY