વિકાસ બહલ મારી સાથે સેક્સની વાતો કરતા હતાઃ કંગના રનૌત

0
10

મુંબઈ,તા.૭
વિકાસ બહલની કોન્ટ્રોવર્સી પર કંગના રોણૌતે પ્રતિભાવ આપતા આરોપ લગાવનાર મહિલાનું સમર્થન કર્યું છે. વર્ષ ૨૦૧૫માં ફિલ્મ ‘બોમ્બે વેલવેટ’નાં પ્રમોશન ટૂર દરમિયાન ક્રૂમાં રહેલ એક મહિલાએ વિરાસ બહલ પર છેડતીનો આરોપ લગાવ્યો છે. તાજેતરમાં આ મુદ્દો ફરી એક વાર ગરમાયો છે.
વિકાસ બહલની ફિલ્મ ક્વીનમાં લીડ રોલ કરનારી કંગના રણૌતે પોતાનો અનુભવ શેર કરતા પીડિત મહિલાનો પક્ષ લીધો હતો. ફેન્ટમ ફિલ્મ્સમાં કામ કરતી એક મહિલા કર્મચારીએ ફિલ્મ નિર્માતા સામે જાતીય સતામણીના આક્ષેપો કર્યા બાદ કંગના પણ તેમાં જાડાઇ છે.
આર્ટિકલ છપાયા બાદ કંગના રનૌતે બહેલ સામે તેનો આવાજ ઉઠાવ્યો છે. તેણે કહ્યું છે કે ‘હું તેની (એ મહિલા) સાથે સંમત છું, અમે ક્વીનનું શૂટિંગ કરતા હતા ત્યારે ૨૦૧૪માં વિકાસનાં લગ્ન થયા હતા. એ વખતે તે દર બીજા દિવસે એક નવા પાર્ટનર સાથે સેક્સ કરવાની ડંફાસ મારતો હતો. તમારું એડીક્શન તમારી બીમારી બની જાય ત્યારે તમે કહી શકો છો.’.
કંગનાએ ઉમેર્યું હતું કે તે મારાથી ડરતો હતો. પરંતુ અમે જ્યારે પણ મળતા ત્યારે સામાજિક રીતે એકબીજાનું અભિવાદન કરતા અને ભેટતા પણ હતા. તે મારા ગળામાં તેનો ચહેરો ભરાઇ દેતો હતો અને જકડી લેતો હતો અને મારા વાળની સ્મેલ મળે તે રીતે શ્વાસ લેતો હતો. તેના પકડમાંથી મારી જાતને છોડાવવા માટે મને ઘણી તાકાત અને હિંમત લગાવવી પડતી હતી અને ત્યારે તેઓ કહેતા કે મને તારી સુગંધ ખૂબ જ પસંદ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY