શ્રીમતી નંદીનીબહેન શાહને આચાર્યા ચંદ્રીકાબેન પાઠકજી એવોર્ડ એનાયત

0
7

વિદ્વાન શિક્ષણ શાસ્ત્રીનું બહુમાન
સુરત, તા.૪
અત્રે સુરતની જાણીતી મહિલા સંસ્થા ગરિમા તરફથી મહિલા વિદ્યાલય હાઈસ્કૂલમાં ૩૫ વર્ષ જેટલો લાંબો સમય આચાર્યા તેમજ મંત્રી પદે રહેલાં ચંદ્રિકાબેન પ્રમોદચંદ્ર પાઠકજીની પુણ્ય સ્મૃતિમાં દર બે વર્ષે અપાઈ રહેલો આચાર્યા ચંદ્રિકાબેન પાઠકજી એવોર્ડ આ વખતે વિદ્વાન શિક્ષણશાસ્ત્રી, જીવન ભારતી પ્રવૃત્તિ વિદ્યાલયના ભૂતપૂર્વ આચાર્યા, નામાંકિત સાહિત્યકાર, સનિ્નષ્ટ હિન્દી પ્રચારક અને અંધજનોના પથદર્શક તરીકે જાણીતા બનેલા નંદિનીબેન શાહને અર્પણ કરવામાં આવ્યો છે.
આચાર્યા નંદિનીબેન શાહ છેલ્લા ૪૫ વર્ષથી રાષ્ટ્રભાષા હિન્દીના પ્રચાર પ્રસાર ક્ષેત્રે કામગીરી બજાવી રહ્ના છે અને છેલ્લા ૧૫ વર્ષથી રાષ્ટ્રભાષા પ્રચારક મંડળ સુરતના ઉપાધ્યક્ષા છે. હાલમાં તેઓ ગુજરાત પ્રાંતીય રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ, અમદાવાદની વ્યવસ્થાપક સમિતિનાં સભ્ય છે અને ગુર્જર રાષ્ટ્રવીણાની સંપાદક સમિતિના સભ્ય છે. સૌથી વધુ વખત રક્તદાન કરનાર મહિલા તરીકે નંદિનીબેન શાહે નવો વિક્રમ સ્થાપિત કર્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY