‘ખુબ નેગેટિવ થઈ ગયું છે’ કહી સોનમ કપુરે કહી દીધું ટ્‌વીટરને ગુડબાય

0
23

મુંબઈ,તા.૬
બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂરએ માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરને ગુડબાય કહી દીધુ છે. કેટલાક સમયથી ટ્વિટર પર વિવિધ મુદ્દાઓને કારણે સોનમને ટ્રોલ કરવામાં આવી હતી. ૬ ઓક્ટોબરે, ૧૧.૪૦ટ્ઠદ્બએ સોનમે ટ્‌વીટર પર લખ્યુંઃ “હું થોડા સમય માટે ટ્વિટરથી દૂર જઇ રહ્યી છું, આ ખૂબ જ નકારાત્મક બની રહ્યું છે, બધાને શાંતિ અને પ્રેમ.”
તેમ છતાં, ટ્‌વીટમાં સોનમે એ નથી જણાવ્યું કે, શેના કારણે તે ટ્વિટરથી નિરાશ થઈ ગઈ છે અને તે તેનો બહિષ્કાર કરે છે. માત્ર એટલું જ નહીં, તેણે આ પોર્ટલ પર ક્્યારે પાછા આવવું તે પણ કહ્યું નથી. એક યુઝરે ઓક્ટોબર ૪ ના રોજ ટ્વિટ દ્વારા સોનમને સલાહ આપી હતી કે મુંબઇના પ્રદૂષણની ફરિયાદ કરવાને બદલે તેણે પબ્લિક ટ્રાસપોર્ટમાં મુસાફરી શરૂ કરી દેવી જાઈએ.
યુઝર્સે લખ્યું, “આ બધુ તમારા જેવા લોકોના કારણે છે, જે પબ્લિક ટ્રાસપોર્ટનો ઉપયોગ કરતા નથી અને ન તો ઓછા પ્રદૂષિત કરતા વાહનોનો. શું તમે જાણો છો કે તમારી વૈભવી કાર પ્રતિ લિટર દીઠ ૩-૪ કિલોમીટરની માઇલેજ આપે છે? અને તમારા ઘરોમાં એર કંડિશનર્સ ૧૦ થી ૨૦ ડિગ્રીએ ચાલે છે તે પણ ગ્લોબલ વોર્મિંગ માટે સમાન રીતે જવાબદાર છે.”

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY