બોડેલીથી સુરત જતા બેફામ હાઇવા ચાલકે વધુ એક યુવાનને કચડી નાખ્યો : બેફામ બનેલા હાઇવા ચાલકો પર લગામ ક્યારે લાગશે
ગરુેશ્વર ગામે ક્રિષ્ના હોટલ પાસે બાયપાસ રોડ એક હાઇવા ચાલકે બાઈક સવારને ટક્કર મારી તોતિંગ ટાયર નીચે કચડી નાખ્યો
રાજપીપળા : કેવડિયા નવાગામના બે પિતરાઈ ગરુડેશ્વર પેટ્રોલ પમ્પ પર બાઈક લઇ પેટ્રોલ પુરવા ગયા હતા ત્યાંથી બહાર નીકળતા બેફામ હાઇવા લઈને આવતા ચાલકે આ બાઈક સવારોને અડફેટે લઇ ફંગોળી દઈ એકના માથા પરથી ટ્રક ફરી વળતા એક યુવાનનું કમકમાટી ભર્યું મોત નીપજાવી ભાગી હાઇવા ચાલાક ટ્રક લઈ ફરાર થઈ ગયો હતો
કેવડિયા કોલોનીમાં રહેતા ગીરીશ હિરાભાઈ તડવી નવાગામ રહેતા તેના પિતરાઈ ભાઈ સુમન મોહન તડવી સાથે પોતાની મોટર સાયકલ પર ગરુડેશ્વર ગામે પેટ્રોલ પુરાવા ગયા હતા. સાંજના આઠેક વાગ્યાના સુમારે પેટ્રોલ પુરાવી અક્તેશ્વર ગામે બાયપાસ પાસે ક્રિષ્ના હોટલ નજીક એક હાઈવા ગાડી રેતી ભરી રાજપીપળા તરફ પુરપાટ જતી હતી ચાલક બેફામ ટ્રક ચલાવી આવતો હોય આ બાઈક સવારોને અડફેટમાં લઈ ફંગોળી દીધા જેમાં સુમન મોહન તડવી ના માથા પરથી તોતિંગ ટાયર ફરી જતા તેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું હતું જયારે ગિરીશને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.આ બાબતે ગરુડેશ્વર પોલીસ મથકે અજાણ્યા ટ્રક ચાલાક વિરુદ્ધ ફરિયાદ નોંધી ચાલાકની શોધખોળ હાથ ધરી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




