ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની કવિતા, વાજપેયીના સાહસિક નિર્ણયો , વાજપેયીની સંવેદનશીલતા, વાજપેયીની કાશ્મીરી નીતી, વાજપેયીની સરકાર ચલાવવાની કુશળતા આ તમામ બાબતો એક સાથે જાડાયેલી છે. વાજપેયીને કઇ રીતે યાદ કરવામાં આવે ? વાજપેયીને કોઇ એક ફ્રેમમાં માળા પહેરાવીને યાદ કરીને ભુલી શકાય નહી. કારણ કે યાદોની પરતો જા વાજપેયીની સાથે ખુલવા લાગશે તો ત્યારબાદ નહેરુથી લઇને નરેન્દ્ર મોદી સુધીના દોરમાં પ્રભાવિત કરનાર ઉભરી આવશે. નહેરુની કાશ્મીર નીતિ પર સંસદની અંદર પાછળની બેચમાં બેસેલા એક યુવાન અટલની એવી આક્રોશિત ભાષાથી પણ છલકાઇ આવે છે. જે શ્યામાપ્રસાદ મુખર્જીની વિચારધારા હેઠળ નહેરુને ફગાવી દેવાની પણ હિંમત કરે છે. પરંતુ આગામી ક્ષણમાં જ નહેરુના આવા અહેસાસની સાથે પણ જાડાઇ જાય છે કે રાષ્ટ્ર નિર્માણમાં પક્ષ વિપક્ષની વિચારધારા હેઠળ દેશને વિભાજિત કરી શકાય નહી.
રાષ્ટ્રનિર્માણની બાબતમાં વાજપેયીની વિચારધારા એક અલગ વિચારધારા હતી. કદાચ એજ કારણ છે કે નહેરુના અવસાન બાદ સંસદમાં જ્યારે વાજપેયી બોલવા માટે ઉભા થયા ત્યારે ત્યાં હાજર રહેલા તમામ દિગ્ગજ નેતાઓ એકમત થઇને ૪૦ વર્ષીય નેતાના ભાષણમાં ગુમ થઇ ગયા હતા. જેનો ઉલ્લેખ વાજપેયીએ નહેરુ માટે કર્યો હતો. આ વાજપેયીના કેનવાસ હતા કે રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના પ્રચારક તરીકે જનસંઘની વય પૂર્ણ થયા બાદ જ્યારે ૧૯૮૦માં ભારતીય જનતા પાર્ટીની રચના થઇ ત્યારે વાજપેયીએ પોતાના ભાષણમાં ગાંધીવાદી સમાજવાદની રૂપરેખા પાર્ટી માટે મુકી હતી. આની સાથે જ વાજપેયીએ મોટા પગલાની દિશામાં કુચ કરી દીધી હતી. દેશમાં કોઇ પણ પાર્ટીની સરકાર કેમ ન રહી હોય પરંતુ વાજપેયી ડોક્ટરિનનો ઉલ્લેખ તમામ લોકો કરતા હતા. કાશ્મીરના કટ્ટરપંથી લોકો અને નેતા પણ વાજપેયીથી પ્રભાવિત થઇ ગયા હતા. તે તેમના કદને સાબિત કરે છે. લાહોર યાત્રા દરમિયાન વાજપેયીએ જ્યારે પાકિસ્તાનની જનતાને સંબોધન કર્યુ હતુ ત્યારે નવાઝ શરીફ એ કહેતા ચુકી શક્યા ન હતા કે વાજપેયીજી તમે તો પાકિસ્તાનમાં પણ ચૂંટણી જીતી શકો છો. વાજપેયીની વિચારધારા ઉલ્લેખનીય રહી છે. આજે શિવસેનાને પણ વાજપેયીની વિચારધારા ધરાવનાર ભાજપ જાઇએ છે. મમતા બેનર્જીથી લઇને ચન્દ્રાબા નાયડુ અને નવીન પટનાયકને લઇને અન્નાદ્રમુકને વાજપેયીની ભાજપ વિચારધારા જાઇએ છે. તમામ પક્ષો વાજપેયી પર પ્રભાવિત હતા. ભાજપના હરિફ કોંગ્રેસ પાર્ટીના લોકોને પણ વાજપેયી પોતાની નજીક જાતા હતા. જેથી જ ૧૩ દિવસની સરકાર તેમની પડી ગઇ ત્યારે વાજપેયીએ સંબોધનમાં કહ્યુ હતુ કે વિપક્ષ કહે છે કે વાજપેયી તો ઠીક છે પરંતુ પાર્ટી ઠીક નથી એટલે કે જા તેઓ યોગ્ય છે તો ભાજપ યોગ્ય નથી. તેમની વિચારધારા ભાજપ સાથે જાડાયેલી છે જેથી તેઓ આમાં શુ કરી શકે છે. વાજપેયીએ પીવી નરસિંહ રાવની સરકારની આર્થિક સુધારાની નીતિને સ્વકારી લીધી હતી. તેઓ જાણતા હતા કે સંઘ વિરોધ કરશે.
પરંતુ તેઓ નિતીઓને સ્વીકારી લીધી હતી. એફડીઆઇ અને ડિસઇન્વેસ્ટમેન્ટની તરફેણ વાજપેયીએ એ વખતે પણ કરી હતી જ્યારે પાર્ટીમાં આના વિરોધી લોકો હતા. સહમતિ બનાવને સરકાર કઇ રીતે ચલાવવી જાઇએ તે વિચારધારાને વાજપેયીએ જે રીતે રજૂ કરી તે રીતે અન્યો કોઇ કરી શકે તેમ નથી. નહેરુએ એક વખતે વાજપેયીની પ્રશંસા કરતા કહ્યુ હતુ કે આ હસ્તી ખુબ જ કુશળ છે અને વડાપ્રધાન બનવાની કુશળતા ધરાવે છે. ઇન્દરા ગાંધી પણ વાજપેયીના પ્રભુત્વને નકારી શકી ન હતી. તેમની માનવીયતા તમામને પ્રભાવિત કરતી હતી. વર્ષ ૨૦૦૩માં જ્યારે વાજપેયી ત્રાસવાદથી ગ્રસ્ત કાશ્મીરમાં પહોંચ્યા ત્યારે તેમની માનવિયતાનુ સ્પષ્ટ ચિત્ર ઉપસી આવ્યુ હતુ. ત્યાં તેઓએ બંધારણની હદનો ઉલ્લેખ ન કરીને જમ્હુરિયત, કાશ્મીરિયત અને ઇન્સાનિયતનો ઉલ્લેખ કર્યો હતો. ભાષણ બાદ શ્રીનગર વિમાનીમથકે પત્રકાર પરિષદમાં જ્યારે કાશ્મીર સમસ્યાને ઉકેલવા માટેનો પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે ખુબ કુશળતા સાથે જવાબ આપ્યો હતો. ઇન્સાનિયતનો ઉલ્લેખ તેમને કેમ કર્યો છે તેવા પ્રશ્નના જવાબમાં વાજપેયીએ કહ્યુ હતુ કે શુ એક વાજપેયી પુરતા નથી. ઇન્સાનિયતની વાત તેઓએ ૨૦૦૨ના ગુજરાતમાં રમખાણ વેળા પણ કરી હતી. એ વખતે ગુજરાત રમખાણ વેળા દેશના વડાપ્રધાન તરીકે અટલ બિહારી વાજપેયી ગુજરાત આવ્યા હતા અને એ વખતે ગુજરાતના મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાજધર્મનો પાઠ ભણાવ્યો હતો. રાજધર્મને લઇને વાજપેયી માટે હમેંશા ઇન્સાનિયત રહી હતી. અટલ બિહારી વાજપેયીની કુશળતાને દેશના લોકો ક્યારેય ભુલી શકે તેમ નથી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


